સુરતને શિક્ષણ ક્ષેત્રે વિકાસની વધુ એક મોટી ભેટ

Featured Video Play Icon
Spread the love

સુરતને શિક્ષણ ક્ષેત્રે વિકાસની વધુ એક મોટી ભેટ
કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલના હસ્તે ખાતમુહૂર્ત
9 સરકારી શાળાના કામોનું લોકાર્પણ અને સરથાણામાં ખાતમુહૂર્ત

સુરતને શિક્ષણ ક્ષેત્રે વિકાસની વધુ એક મોટી ભેટ મળી હોય તેમ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલના હસ્તે આજે 34 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં સુરત શહેરની 9 સરકારી શાળાના કામોનું લોકાર્પણ જ્યારે સરથાણાની શાળાનું ખાતમુહૂર્ત કરાયું હતું.

સુરત મનપા સંચાલિત શિક્ષણ સમિતિની શાળાઓનુ લોકાર્પણ અને ખાતમુર્હુત સી.આર. પાટીલે કર્યુ હતું. સુરતની મહાનગર પાલિકા સંચાલિત શાળાઓમાં શિક્ષણનું સ્તર સતત ઊંચું આવી રહ્યું હોવાનો દાવો કરતા સીઆર પાટીલે વિપક્ષ પર પણ પ્રહાર કર્યા હતાં. તેમણે કહ્યું હતુ કે સુરતમાં 396 જેટલી શાનદાર સ્કૂલ બિલ્ડિંગો કાર્યરત છે, જેને જોઈને વિપક્ષી નેતાઓ પોતાના શીશ મહેલ પણ ભૂલી જશે. સુરતની શિક્ષણ સમિતિને દેશની મહાનગરપાલિકાઓમાં ચાલતી શિક્ષણ સમિતિઓમાં સૌથી ઉત્કૃષ્ટ ગણાવતા પાટીલે વાલીઓને પણ બાળકોના શિક્ષણમાં સક્રિય ભાગીદાર બનવા અપીલ કરી હતી. વધુમાં કહ્યું હતુ કે માત્ર રિપોર્ટ કાર્ડ પર સહી કરવાને બદલે વાલીઓએ શિક્ષકોને રૂબરૂ મળીને બાળકની પ્રગતિ અને ક્ષમતા અંગે ચર્ચા કરવી જોઈએ. રમતગમત અંગે પણ સી.આર. પાટીલે મહત્વનો સંદેશ આપ્યો હતો અને કહ્યુ હતુ કે ખેલ મહાકુંભ થકી લાખો વિદ્યાર્થીઓએ ગોલ્ડ મેડલ મેળવ્યા હોવાનું કહી રમતગમત હવે માત્ર મનોરંજન નથી, પરંતુ શ્રેષ્ઠ કારકિર્દીનો વિકલ્પ બની રહ્યું છે. બાળકોને મોબાઈલથી દૂર રાખી રમતના મેદાન તરફ વાળવા વાલીઓને અપીલ કરાઈ હતી.

હાલ સુરત પાલિકાની શાળાઓમાં 2 લાખ 10 હજારથી વધુ વિદ્યાર્થીઓ અને 5 હજારથી વધુ શિક્ષકો સેવા આપી રહ્યા છે. વિદ્યાર્થીઓને પૌષ્ટિક ભોજન, કુપોષિત બાળકો માટે વિશેષ આહાર, બે જોડી યુનિફોર્મ તેમજ બૂટ-મોજા જેવી સુવિધાઓ આપવામાં આવી રહી છે. સીઆર પાટીલે જણાવ્યું હતુ કે શિક્ષકો માત્ર શિક્ષણ આપતા નથી, પરંતુ બાળઘડતર અને સમાજ સુધારણામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. શિક્ષણના સુધરેલા સ્તરને કારણે વાલીઓ હવે ખાનગી શાળાઓમાંથી બાળકોને કાઢીને પાલિકાની શાળાઓમાં પ્રવેશ અપાવી રહ્યા છે અને પાલિકાની શાળાના વિદ્યાર્થીઓ આજે ડોક્ટર, વકીલ અને વૈજ્ઞાનિક બની રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *