સુરતના જહાંગીરપુરા સુમન મૈત્રી આવાસમાં ફાળવણી મુદ્દે વિરોધ

Featured Video Play Icon
Spread the love

સુરતના જહાંગીરપુરા સુમન મૈત્રી આવાસમાં ફાળવણી મુદ્દે વિરોધ
નાસીરનગરના લોકોને આવાસ ફાળવણી મુદ્દે સ્થાનિકોનો વિરોધ
આવાસની ફાળવણી નિયમ અને વેઇટિંગ લિસ્ટ મુજબ થવી જોઈએ.

સુરતના જહાંગીરપુરા સુમન મૈત્રી આવાસમાં નાસીરનગરના લોકોને આવાસ ફાળવણી મુદ્દે સ્થાનિકોનો વિરોધ સામે આવ્યો છે. મોટી સંખ્યામાં સ્થાનિકો તાપી ભવન ખાતે એકઠા થઈ તંત્ર સમક્ષ રજૂઆત કરી હતી. સ્થાનિકોનું કહેવું છે કે તેમને કોઈ ધર્મ કે જાતિ સામે વિરોધ નથી, પરંતુ આવાસની ફાળવણી નિયમ અને વેઇટિંગ લિસ્ટ મુજબ થવી જોઈએ.

જહાંગીરપુરા સુમન મૈત્રી આવાસના ખાલી મકાનો નાસીરનગરના લોકોને ફાળવવાના મુદ્દે સ્થાનિકોમાં નારાજગી જોવા મળી છે. તંત્ર દ્વારા ખાલી આવાસોની ફાળવણીને લઈને નાસીરનગરના લોકોનો સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વે બાદ સુમન મૈત્રી આવાસના મોટી સંખ્યામાં રહેવાસીઓ તાપી ભવન ખાતે પહોંચ્યા હતા. સ્થાનિકોનો સ્પષ્ટ આક્ષેપ છે કે જે લોકોના નામ પહેલેથી વેઇટિંગ લિસ્ટમાં છે, તેમને પ્રાથમિકતા આપીને સિસ્ટમ મુજબ આવાસ ફાળવવામાં આવે. સ્થાનિકોએ કહ્યું કે અમને કોઈ જાતિ કે ધર્મ સામે વિરોધ નથી.

તમામ સમાજના લોકો અહીં સાથે રહે છે. પરંતુ આવાસ ફાળવણીમાં નિયમો અને પ્રાયોરિટી વેઇટિંગ લિસ્ટનું પાલન થવું જોઈએ. હવે તંત્ર દ્વારા ખાલી આવાસોની ફાળવણી અંગે શું નિર્ણય લેવાય છે, તેના પર સૌની નજર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *