સુરતમાં હુમલો કરનાર આરોપીને પોલીસે ભણાવ્યો પાઠ
પોલીસે બે આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ રિ કન્સ્ટ્રક્શન કરાવ્યુ
સુરતની સલાબતપુરા પોલીસે યુવાન પર જીવલેણ હુમલો કરી આતંક જમાવનાર બે આરોપીઓને ઝડપી પાડી ઘટના સ્થળે લઈ જઈ રિ કન્સ્ટ્રક્શન કરાવ્યુ હતું.
સુરતનાં સલાબતપુરા પોલીસ મથકની હદમાં માનદરવાજા ગલી નંબર 15 પાસે બે દિવસ પહેલા ભાવેશ ઉર્ફે ગુડયા સોનવણે ઉપર થયેલ જીવલેણ હુમલા મામલે સલાબતપુરા પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી બે હુમલાખોર આરોપીઓને ઝડપી પાડ્યા હતાં. વિસ્તારમાં ધાક જમાવવા માટે ચપ્પુ વડે યુવાન પર હુમલો કરનાર બન્ને હુમલાખોર માથાભારે આરોપીઓને સલાબતપુરા પોલીસે કાયદાનુ ભાન કરાવ્યા બાદ તેઓને સ્થળે લઈ જઈ ઘટનાનુ રિ કન્સ્ટ્રક્શન કરાવ્યુ હતું. જેથી સ્થાનિકોએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.
