Site icon hindtv.in

સુરતમાં હુમલો કરનાર આરોપીને પોલીસે ભણાવ્યો પાઠ

સુરતમાં હુમલો કરનાર  આરોપીને પોલીસે ભણાવ્યો પાઠ
Spread the love

સુરતમાં હુમલો કરનાર આરોપીને પોલીસે ભણાવ્યો પાઠ
પોલીસે બે આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ રિ કન્સ્ટ્રક્શન કરાવ્યુ

સુરતની સલાબતપુરા પોલીસે યુવાન પર જીવલેણ હુમલો કરી આતંક જમાવનાર બે આરોપીઓને ઝડપી પાડી ઘટના સ્થળે લઈ જઈ રિ કન્સ્ટ્રક્શન કરાવ્યુ હતું.

સુરતનાં સલાબતપુરા પોલીસ મથકની હદમાં માનદરવાજા ગલી નંબર 15 પાસે બે દિવસ પહેલા ભાવેશ ઉર્ફે ગુડયા સોનવણે ઉપર થયેલ જીવલેણ હુમલા મામલે સલાબતપુરા પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી બે હુમલાખોર આરોપીઓને ઝડપી પાડ્યા હતાં. વિસ્તારમાં ધાક જમાવવા માટે ચપ્પુ વડે યુવાન પર હુમલો કરનાર બન્ને હુમલાખોર માથાભારે આરોપીઓને સલાબતપુરા પોલીસે કાયદાનુ ભાન કરાવ્યા બાદ તેઓને સ્થળે લઈ જઈ ઘટનાનુ રિ કન્સ્ટ્રક્શન કરાવ્યુ હતું. જેથી સ્થાનિકોએ પોલીસનો આભાર વ્યક્ત  કર્યો હતો.

Exit mobile version