સુરત: નાનપુરા મટન માર્કેટ વિસ્તારમાં મોડી રાત્રે ડબલ મર્ડર

Featured Video Play Icon
Spread the love

સુરત: નાનપુરા મટન માર્કેટ વિસ્તારમાં મોડી રાત્રે ડબલ મર્ડર
17 વર્ષના બે યુવકો પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરી હત્યા
અઝમલ શેખ અને ફૈઝાન શેખની ઘાતકી હત્યાથી વિસ્તારમાં ચકચાર
બનાવની જાણ થતાં અઠવા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો
ફ્રી ફાયર ગેમના વિવાદમાં હત્યા થઈ હોવાની ચર્ચા
હત્યા પાછળનું કારણ જાણવા પોલીસ તપાસમાં જોતરાઈ

સુરતના નાનપુરા મટન માર્કેટ વિસ્તારમાં મોડી રાત્રે ડબલ મર્ડરની ઘટના બની હતી. માત્ર 17 વર્ષના બે યુવકો પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરી તેમની હત્યા કરવામાં આવતા આખા વિસ્તારમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો તો બનાવની જાણ થતા અઠવા પોલીસનો કાફલો સ્થળે દોડી ગયો હતો. તો ફ્રી ફાયર ગેમને લઈ થયેલા ઝઘડામાં હત્યા થઈ હોવાની ચર્ચા જોવા મળી હતી.

સુરતના અઠવા પોલીસ મથક વિસ્તારમાં મોડી રાત્રે લોહિયાળ ખેલ ખેલાયો હતો. નાનપુરા મટન માર્કેટ વિસ્તારમાં બે સગીર યુવકોની ચપ્પુના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. મૃતક યુવકોની ઓળખ 17 વર્ષીય ફૈઝાન સાબિર શેખ અને 17 વર્ષીય અજમલ અશફાક શેખ તરીકે થઈ હતી. તો બંને યુવકો પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં બંનેના મોત નીપજ્યા હતાં. તો ઘટનાની જાણ થતાં જ અઠવા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. અને હત્યા પાછળનુ કારણ શું છે, જુની અદાવત છે કે અન્ય કોઈ કારણ તે અંગે પોલીસે તપાસ તેજ કરી છે. તો બીજી તરફ ફ્રી ફાયર ગેમના વિવાદમાં હત્યા થઈ હોવાની ચર્ચા જોવા મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *