રાજકોટમાં ભાજપ મંત્રીના પોસ્ટર પર ગદ્દાર લખી ચપ્પલ મારી આગ ચાંપી
કર્નલ સોફિયાને આતંકવાદીઓની બહેન કહેવા મુદ્દે વિરોધ
રાજકોટમાં કોંગ્રેસે મધ્યપ્રદેશના મંત્રી વિજય શાહનો વિરોધ કર્યો
ઓપરેશન સિંદૂર સાથે સંકળાયેલા કર્નલ સોફિયા વિશે વિવાદીત નિવેદન મામલે તા.16 મેં ના રોજ રાજકોટમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓબીસીના કાર્યકારી પ્રમુખ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી મહેશ રાજપૂતની આગેવાનીમાં ભાજપાના મધ્યપ્રદેશના મંત્રી વિજય શાહ અને રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટર ચેતન સુરેજા સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં વિજય શાહ ગદ્દાર છે, તેવા પોસ્ટરને જૂતા મારવામાં આવ્યા હતાં અને બાદમાં તેના ફોટાવાળા પોસ્ટર સળગાવવામાં આવ્યા હતા.
ભારતીય સેનાના ઓપરેશન સિંદૂર સાથે સંકળાયેલા કર્નલ સોફિયા વિશે વિવાદીત નિવેદન મામલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓબીસી વિભાગના કાર્યકારી પ્રમુખ મહેશ રાજપૂતે જણાવ્યુ હતું કે, સમગ્ર ભારતની જનતા જ્યારે દેશના વારિષ્ઠ સૈન્ય અધિકારી કર્નલ સોફિયા કુરેશીને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી રહી છે, ત્યારે ભાજપના મધ્યપ્રદેશ રાજ્યના મંત્રી વિજય શાહએ દેશની જાંબાજ દીકરી ઉપર અપમાનજનક શબ્દો ઉચ્ચાર્યા છે. ત્યારે મધ્યપ્રદેશ હાઈકોર્ટે પણ ફક્ત 4 કલાકમાં એફ.આઇ.આર. નોંધવા અને ગુનો દાખલ કરવા હુકમ કર્યો છતાં ભાજપ સરકાર અને મોદી શા માટે મૌન છે ? સામાન્ય વ્યક્તિ કે ભાજપ સિવાયના અન્ય રાજકીય પક્ષના આગેવાને જો વિજય શાહ જેવા શબ્દો ઉચ્ચારી અને ભારતની દીકરીનું અપમાન કર્યું હોત તો તાત્કાલિક ગુનો દાખલ થઈ ગયો હોત અને ધરપકડ કરી મોટી મોટી કલમો લગાડી લીધી હોત. ભાજપની બેવડી નીતિઓ ક્યાં સુધી ભારતની પ્રજાએ સહન કરવાની છે? વિજય શાહ સામે નામદાર સુપ્રીમ કોર્ટે પણ આકરી ટીકા કરી છે, પણ 56ની છાતીવાળા મોદીએ ચુપકીદી સાધી છે.
વીઓ :- મધ્ય પ્રદેશ ભાજપ સરકારના કેબિનેટ મંત્રી વિજય શાહે દેશની દીકરી ઉપર અપમાનજનક શબ્દો કહ્યા છે, જેનાથી આખો દેશ આક્રોષિત છે. આ મંત્રી ભૂતકાળમાં પણ મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણના ધર્મપત્ની વિષે આપત્તિજનક ટિપ્પણી કરી ચૂક્યા છે. તેમજ મધ્યપ્રદેશમાં એક ફિલ્મની શૂટિંગ દરમિયાન અભિનેત્રી વિદ્યા બાલનની પણ ફિલ્મનું શૂટિંગ અટકાવી ચૂક્યા છે. આ ભાજપના મંત્રી હલકી વિચારધારા અને નબળું ચારિત્ર્ય સાબિત કર્યું છે. રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના કોર્પોરેટર ચેતન સુરેજાએ સોસિયલ મીડિયામાં એક મેસેજ મૂક્યો હતો કે, 240 સીટમાં આટલું જ યુદ્ધ જોવા મળે. આખું યુધ્ધ જોવા 400 સીટ આપવી પડે! ભાજપ કોર્પોરેટર ચેતન સુરેજાએ ચેષ્ટા કરી છે અને ભારત દેશના નાગરિકોનું અને સૈન્યનું અપમાન કર્યું છે. જેને પગલે કોંગ્રેસે આજે આક્રમકઃ વિરોધ કર્યો છે….કૌશિક પટેલન રિપોર્ટ હિન્દ ટીવી