સુરતની ચોક બજાર પોલીસે રીઢા વાહન ચોરને ઝડપ્યો
ચોરીની બાઈક સાથે રીઢા વાહન ચોરને ઝડપ્યો
રીઢા ભૈરૂલાલ બાલુરામ ક્રિષ્ણાજી કુમાવતને ઝડપી પાડ્યો
સુરતની ચોક બજાર પોલીસે ચોરીની બાઈક સાથે રીઢા વાહન ચોરને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.
સુરતની ચોક બજાર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ગત તારીખ 17 ઓક્ટોબરના રોજ ઈ-એફઆઈઆરમાં નોંધાયેલી બાઈક ચોરીની ફરિયાદમાં ઉલ્લેખ કરાયેલ બાઈક લઈ ભરીમાતા રોડ કોઝવે સર્કલ પાસેથી પસાર થતા મુળ રાજસ્થાનનો અને હાલ કતારગામ વેડરોડ પંડોળ સામે રહેતા ભૈરૂલાલ બાલુરામ ક્રિષ્ણાજી કુમાવતને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી ચોરાયેલ બાઈક કબ્જે લઈ તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
