સુરતની કાપોદ્રા પોલીસે ઓવર બ્રિજ નીચે છુપાવેલો ગાંજો જપ્ત કર્યો
ડીજીવીસીએલ ઓફિસ સામે ઓવર બ્રિજ નીચે છુપાવેલો હતો ગાંજો
દિપક ઉર્ફે સુખો અનિલ સોનવણેને પોલીસે ઝડપી પાડ્યો
સુરતની કાપોદ્રા પોલીસે પી.આઈ.ની આગેવાનીમાં ડીજીવીસીએલ ઓફિસ સામે ઓવર બ્રિજ નીચે છુપાવેલો ગાંજો જપ્ત કર્યુ હતું.
સુરતના કાપોદ્રા વિસ્તારમાં નશાના કારોબારનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. કાપોદ્રા ડીજીવીસીએલ ઓફિસ સામે આવેલા બ્રિજ નીચે ગાંજો છુપાવીને તેનું છૂટક વેચાણ કરતા એક ઈસમ દિપક ઉર્ફે સુખો અનિલ સોનવણેને પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યો છે. પોલીસે બ્રિજ નીચે છુપાવેલી જગ્યાની તપાસ કરતાં ત્યાંથી 9,000ની કિંમતનો 184 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. આ ગાંજો નાની-નાની ઝીપ બેગ્સમાં ભરીને છૂટક વેચાણ માટે તૈયાર કરાયો હતો. આરોપી પાસેથી વેચાણના 750 રોકડા પણ મળી આવ્યા હતા. આમ, પોલીસે કુલ 9,750નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
