સુરત : 82 આરોપીઓને કાયદાનું પાલન કરવાની ચીમકી
પોલીસના તહેવારોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કડક પગલાં
ગુનાહિત ઈતિહાસ ધરાવતા આરોપીઓની ઓળખ પરેડ યોજી
વિવિધ ગુનાઓનુ ઈતિહાસ ધરાવતા 82 જેટલા આરોપીઓની ચોકબજાર, મહિધરપુરા અને લાલગેટ પોલીસે અટકાયત કરી કોઈ ગુનાહિત પ્રવૃત્તિ ન કરવા તેમને કડક શબ્દોમાં પોલીસે ચિમકી આપી હતી અને જો ગુનો કર્યો તો કડક કાર્યપાહી કરાશે તેમ પણ જણાવાયુ હતું.
સુરતમા ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓની ડીસીબી ઝોન થ્રી દ્વારા પરેડ કરાઈ હતી. એક સાથે 80 લોકોની અટકાયત કાર્યવાહી કરાઈ હતી. ચોકબજાર, મહિધરપુરા અને લાલગેટ પોલીસ સ્ટેશનના અલગ અલગ ગુનામાં અગાઉ ઝડપાયેલા 80 આરોપીઓ સામે અટકાયતી પગલા લેવાયા હતાં. આવનાર તહેવારોને લઈ શહેરમાં કાયદો વ્યવસ્થા ની સ્થિતિ જળવાય તે માટે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. અને કાયદો હાથમાં લેશો તો પોલીસ કડક હાથે કાર્યવાહી કરશે તેમ પોલીસે આરોપીઓને કડક શબ્દોમાં ચીમકી આપી હતી. તો ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓને સારા નાગરિક બનવા માટેની અપીલ કરાઈ હતી. અને સાથે શહેરમાં શાંતિ ડોહળવાનો પ્રયત્ન કરનારા તત્વો સામે પોલીસ કડકકાર્યવાહી કરશે તેમ પણ જણાવાયુ હતું.
