ફરી એકવખત સરદારધામ અને ખોડલધામ વચ્ચે વિવાદની ચર્ચા.

Featured Video Play Icon
Spread the love

ફરી એકવખત સરદારધામ અને ખોડલધામ વચ્ચે વિવાદની ચર્ચા.
રાજકોટમાં સરદારધામના કાર્યક્રમમાં નરેશ પટેલ ગેરહાજર
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું

રાજકોટની ભાગોળે કણકોટમાં 100 કરોડના ખર્ચે 40 હજાર વાર જગ્યામાં નિર્માણ પામનાર સરદારધામનું રવિવારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. રાજકોટમાં સરદારધામના ભુમીપુજન કાર્યક્રમમાં નરેશ પટેલ ગેરહાજર રહેતા ફરી એકવખત સરદારધામ અને ખોડલધામ વચ્ચે વિવાદની ચર્ચાએ જોર પકડ્યું છે

સૌરાષ્ટ્ર ઝોનમાં રાજકોટની ભાગોળે કણકોટમાં 100 કરોડના ખર્ચે 40 હજાર વાર જગ્યામાં નિર્માણ પામનાર સરદારધામના ભૂમિપૂજન પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કહ્યું હતું કે સમાજના વિકાસમાં સમાજનો પ્રત્યેક નાગરિક સામેલ થાય તે સરકાર માટે આનંદની બાબત છે. સરદારધામના નિર્માણ થકી ભવિષ્યની પેઢી જ્ઞાનના ક્ષેત્રે અવ્વલ શિખરો સર કરશે. રાજકોટમાં સરદારધામના ભુમીપુજન કાર્યક્રમમાં નરેશ પટેલ ગેરહાજર રહેતા ફરી એકવખત સરદારધામ અને ખોડલધામ વચ્ચે વિવાદની ચર્ચાએ જોર પકડ્યું છે ત્યારે સરદારધામના ટ્રસ્ટીઓએ પોતાની પ્રતિક્રિયા આપી છે

સરદારધામના પ્રમુખ ગગજીભાઇ સુતરિયાએ જણાવ્યું હતું કે, સરદારધામ સૌરાષ્ટ્ર ઝોનનું નિર્માણએ રાજકોટ માટે ગૌરવની વાત છે, કણકોટ ખાતે કુલ 40 હજાર વાર જગ્યામાં સરદારધામ કેમ્પસનું નિર્માણ થશે, જેમાં સૌરાષ્ટ્ર પાટીદાર સમાજના દીકરા-દીકરીઓ માટે છાત્રાલય, સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર, સિવિલ સર્વિસ કેન્દ્ર, ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝેશન, યુવા સંગઠન, સ્પોર્ટ્સ સંકુલ, સામાજિક માર્ગદર્શન કેન્દ્ર જેવા વિવિધ પ્રવૃત્તિ થશે. આ પ્રસંગે રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલ તેમજ અન્ય મંત્રીઓ, ધારાસભ્ય હાજર રહ્યા હતા….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *