સુરત એરપોર્ટ પરથી ઉપડતી એર ઈન્ડિયા એક્સપ્રેસ મોડી

Featured Video Play Icon
Spread the love

સુરત એરપોર્ટ પરથી ઉપડતી એર ઈન્ડિયા એક્સપ્રેસ મોડી
ફ્લાઈટ 10 કલાક લેટ થતા મુસાફરો અકળાઈ ઉઠ્યા
એરપોર્ટ પર મુસાફરો અને એરલાઇન્સના કર્મચારીઓ વચ્ચે ઉગ્ર દલીલ

સુરત એરપોર્ટ પરથી ઉપડતી એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટ 10 કલાક લેટ થતા મુસાફરો અકળાઈ ઉઠ્યા હતાં.

હીરાનગરી સુરતના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ભારે હોબાળાના દૃશ્યો જોવા મળ્યા હતા. એર ઇન્ડિયા એક્સપ્રેસની સુરતથી દિલ્હી જતી ફ્લાઇટ ટેકનિકલ ખામીના કારણે અટવાઈ પડતા મુસાફરોએ એરપોર્ટ પર ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. ફ્લાઇટ નિર્ધારિત સમય કરતા 10 કલાક જેટલી મોડી થતા અને એરલાઇન્સના સ્ટાફ તરફથી સંતોષકારક જવાબ ન મળતા મુસાફરોનો પિત્તો ગયો હતો. સુરતથી દિલ્હી જતી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટમાં અચાનક ટેકનિકલ ખામી સર્જાતા તેને ગ્રાઉન્ડ કરવામાં આવી હતી. કલાકો સુધી રાહ જોયા બાદ પણ જ્યારે ઉડાન અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં ન આવી, ત્યારે મુસાફરોનો સંયમ ખૂટ્યો હતો.

એરપોર્ટ પર મુસાફરો અને એરલાઇન્સના કર્મચારીઓ વચ્ચે ઉગ્ર દલીલો થઈ હતી. મુસાફરોએ સ્ટાફનો ઉધડો લેતા સવાલો કર્યા હતા કે, જો ફ્લાઇટ રિ-શેડ્યુલ થઈ છે, તો બીજી ફ્લાઇટની વ્યવસ્થા કેમ નથી? તમારી પાસે આખા ભારતમાં શું એક જ ફ્લાઇટ છે? અમને રિફંડ કે હોટલની સુવિધા નથી જોઈતી, અમને અત્યારે જ બીજી ફ્લાઇટની ટિકિટ આપો. તો મુસાફરોનો આક્ષેપ છે કે એરલાઇન્સ પાસે કોઈ વૈકલ્પિક પ્લાન નથી. ઘણા મુસાફરોને દિલ્હી પહોંચીને આગળની કનેક્ટિંગ ફ્લાઇટ પકડવાની હતી અથવા મહત્વની મીટિંગ્સ હતી, જે આ વિલંબને કારણે રદ કરવી પડી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *