વલસાડ રેલવે સ્ટેશન પર વંદે ભારત ટ્રેનને સ્ટોપેજ મળ્યું.
સાંસદ ધવલ પટેલ સહિત અગ્રણીઓએ ટ્રેનને લીલી ઝંડી બતાવી
જિલ્લામાં વલસાડ અને વાપી એમ બે સ્ટોપેજ
વલસાડ રેલવે સ્ટેશન પર વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે. આજે વલસાડ રેલવે સ્ટેશન પર આયોજિત કાર્યક્રમમાં લોકસભાના દંડક અને વલસાડના સાંસદ ધવલ પટેલ સહિત ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
વલસાડ સાંસદ ધવલ પટેલે વલસાડ જિલ્લાના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહીને વિવિધ પ્રશ્નો અંગે રાજ્ય અને કેન્દ્ર સરકારને રજૂઆતો કરી. તેમણે વલસાડ રેલવે સ્ટેશન પર વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ મળે તે માટે કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવને વખતોવખત રૂબરૂ મળીને લેખિત રજૂઆતો કરી હતી. આ મુદ્દો તેમણે સંસદમાં પણ ઉઠાવ્યો હતો. સાંસદના અથાગ પ્રયત્નોના પરિણામે કેન્દ્રીય રેલવે મંત્રાલયે વલસાડ રેલવે સ્ટેશન પર વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ આપવાની જાહેરાત કરી હતી, વલસાડ જિલ્લો એકમાત્ર એવો જિલ્લો છે જ્યાં વંદે ભારત ટ્રેનના બે સ્ટોપેજ – વલસાડ અને વાપી ખાતે રેલવે વિભાગે આપ્યા છે. આ નિર્ણયથી વલસાડ જિલ્લાના નાગરિકોને આધુનિક રેલ સુવિધાનો લાભ મળશે.
આજના કાર્યક્રમમાં લોકસભાના દંડક ધવલ પટેલ ઉપરાંત વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા, વલસાડના ધારાસભ્ય ભરતભાઇ પટેલ અને ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ સહિત ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
