સુરત સચિનના કાછોલીમાં દારૂની નવી મોડસ ઓપરેન્ડી

Featured Video Play Icon
Spread the love

સુરત સચિનના કાછોલીમાં દારૂની નવી મોડસ ઓપરેન્ડી
દેલ્હીવેર કંપનીના ગોડાઉનમાં દારૂની બોટલો ભરેલા 4 પાર્સલ
બુટલેગરોની નવી મોડસ ઓપરેન્ડીને પોલીસે પકડી પાડી

સુરત સચિનના કાછોલીમાં આવેલા દેલ્હીવેર કંપનીના ગોડાઉનમાંથી દારૂની બોટલો ભરેલા 4 પાર્સલ પોલીસે પકડી પાડતા બુટલેગરોની નવી મોડસ ઓપરેન્ડી સામે આવી છે.

સચિન પોલીસને બાતમી મળી હતી કે, ભાટિયાથી ડિંડોલી તરફ જતા રોડ પર કાછોલીમાં દેલ્હીવેરી લિમિટેડ કંપનીના ગોડાઉનમાં આવેલા 4 પાર્સલમાં દારૂની બોટલ આવી છે. બાતમીના આધારે પી.આઇ. પી.એન વાધેલા અને ટીમે ગોડાઉનમાં જઇને તપાસ કરતા પાર્સલના બોક્સમાંથી 86,240ની કિંમતની 237 દારૂની બોટલો મળી આવી હતી. આ પાર્લસ મોકલનાર સાંઇ એન્ટરપ્રાઇઝ પેલીગોલ, ધાવલી બાયપાસ પોન્ડા ગોવા અને વેસુ રાજહંસ સિનેમાની બાજુમાં આવેલ ફોનીક્સ શોપિંગમાં આવેલી જગદિશ એન્ટરપ્રાઇઝના નામે મોકલવામાં આવ્યું હતું. પોલીસે આ ગોવાથી માલ મોકલનાર અને સુરતમાં મંગાવનાર સામે ગુનો નોંધી તપાસ આદરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *