સુરત પાલ વિસ્તારમાં આરટીઓ ઈન્સ્પેક્ટર પર હુમલો

Featured Video Play Icon
Spread the love

સુરત પાલ વિસ્તારમાં આરટીઓ ઈન્સ્પેક્ટર પર હુમલો
ઓવર ટેકિંગને લઈ થયેલી બોલાચાલી બાદ હુમલો
ભાગી છુટેલા બે યુવાનોને પોલીસે ઝડપી પાડ્યા

સુરત પાલ વિસ્તારમાં આરટીઓ ઈન્સ્પેક્ટર પર ઓવર ટેકિંગને લઈ થયેલી બોલાચાલી બાદ હુમલો કરી ધમકી આપી ભાગી છુટેલા બે યુવાનોને પોલીસે ઝડપી પાડ્યા હતાં.

પાલ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ આરટીઓ ઈન્સ્પેક્ટર તુષાર બારીયાએ જણાવ્યુ હતું કે હું મારી કારમાં પાલ ગૌરવપથ પર જતો હતો ત્યારે મોપેડ પર જતા યુવકે ફુલસ્પીડમાં ઓવરટેક કરતાં ટક્કર લાગતા રહી ગઈ હતી. મેં હોર્ન મારી સાઇડ લેવા પ્રયાસ કર્યો તો ચાલકે સાઇડ આપી ન હતી. મેં મારી કાર આગળ લેતાં મોપેડચાલક અને પાછળ બેઠેલા યુવકે કારમાં લાત મારી હતી. આથી મેં કાર સાઇડ પર ઊભી રાખતાં બંનેએ આવી કાચ પર મુક્કો માર્યો હતો. હું નીચે ઉતરી નુકસાન થયું કે કેમ તે જોતો હતો ત્યારે બંનેએ ગાળાગાળી કરી હુમલો કર્યો હતો. મને ડાબી આંખ અને ગાળાના ભાગે ઈજા થઈ હતી. અને યહાં દુબારા દિખે તો ગાડી કે સાથ જલા દેંગે. જો ઉખાડના હે વો ઉખાડ લો. હમ તેરે કો છોડેગે નહીં આવી ધમકી આપી હતી. બનાવને લઈ પાલ પોલીસે ત્વરિત ગુનો નોંધી બન્ને આરોપીઓ મુળ મુંબઈના અને હાલ પાલ સુર્યમ હેરોઝનમાં રહેતા પ્રેમ સંજય ગાયકવાડ તથા સોમેલ વિજય ગાયકવાડ સામે ગુનો નોંધી બંનેની ધરપકડ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *