અમરેલી ઢુંઢીયા પીપળીયા ગામે થયેલા ડબલ મર્ડરનો ભેદ ઉકેલાયો.

Featured Video Play Icon
Spread the love

અમરેલી ઢુંઢીયા પીપળીયા ગામે થયેલા ડબલ મર્ડરનો ભેદ ઉકેલાયો.
પોલીસે 10 દિવસમાં કેસ ઉકેલી ચાર આરોપીને પકડી પાડ્યા
લૂંટ અને હત્યા કર્યાની કબૂલાત આપતા પોલીસને મોટી સફળતા મળી

અમરેલી જિલ્લાના વડીયાના ઢૂંઢિયાપીપળીયા ગામમાં તારીખ 17 જુલાઈની રાતે ચકુભાઈ રાખોલીયા અને તેમની પત્ની કુંવરબેનની હત્યા અને 2 લાખની લૂંટના કિસ્સાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી હતી. ત્યારે પોલીસે 10 દિવસમાં કેસનો ભેદ ઉકેલ્યો છે. સાથે જ ચાર આરોપીને પકડી પાડ્યા છે.

તું પાગાનો છોકરો, તું ઉભો રહે, માણસો બોલાવું…મુખ્ય આરોપીને વૃદ્ધ દંપતીએ ઓળખી જતાં અંધારી રાતમાં બંનેનું ઢીમ ઢાળી દીધું હતું. વડીયાના ઢૂંઢિયા પીપળીયા ગામમાં 17 જુલાઈના રાત્રિના ચકુભાઈ રાખોલીયાના રહેણાંક મકાનમાં કોઈ અજાણ્યા ચોર ઈસમો ગેરકાયદેસર મકાનમાં પ્રવેશ કરી ચકુભાઈ તથા તેના પત્ની કુંવરબેન બંને ખાટલા પર સુતા હતા. તે દરમિયાન અજાણ્યા ચોર ઈસમોએ તીક્ષ્ણ હથિયાર વડે કુંવરબેનના માથાના ભાગે ગંભીર ઇજાઓ કરી ચકુભાઈ ખાટલા પર સુતા હતા, માથાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે ગંભીર ઇજાઓ કરી બંનેની હત્યા કરી હતી. રહેણાંક મકાનમાં રૂ.2 લાખની લૂંટ કરી આ ઈસમો નાસી ગયા હતા, જેનો વડીયા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયો હતો. આ ઘટના બાદ ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. રાત્રિના સમયે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. વિધાનસભાના નાયબ દંડક કૌશીક વેકરીયા સહિત આગેવાનો દોડ્યા હતા, સવારે લાશ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. આ ઘટનામાં પોલીસે સમજાવટ અને આરોપીઓને પડકવા માટેની ખાત્રી આપવામાં આવી હતી ત્યારબાદ જિલ્લા પોલીસ વડા સંજય ખરાત દ્વારા અલગ અલગ 50 જેટલી ટીમો બનાવી, અલગ અલગ પોલીસ અધિકારીઓ દ્વારા હત્યાકાંડ ડિટેક્ટ કરવા માટે કવાયત હાથ ધરી હતી.

આરોપીઓની તપાસ હાથ ઢૂંઢીયાપીપળીયા ગામ તથા સીમ વિસ્તારમાં રહેતા પરપ્રાંતીય મજૂરોને ચેક કરવામાં આવ્યા હતા. બનાવના દિવસ દરમિયાન રોડ રસ્તા ઉપરથી પસાર થયા વાહનો ચેક કરવામાં આવ્યા અને રાજ્યના બહાર અવરજવર કરતા વાહનો તથા રાજ્ય બહાર અવરજવર કરતા વાહનો તથા તે વાહનમાં મુસાફરી કરતા ઈસમો અંગે માહિતી મેળવી ચેક કરવામાં આવ્યા હતા. ગામની આજુ બાજુમાં 20 કિમી વિસ્તારમાં સીસીટીવી કેમેરામાં ચેક કરવામા આવ્યા હતા. સીસીટીવીમાં દેખાતા ઇસમોની પૂછપરછ કરાઈ હતી. મૃતકના આસપાસ રહેતા લોકોની પૂછપરછ કરાઈ હતી. બનાવ પાછળના કારણો પર તપાસ અંગત બાતમીદારો અને ટેક્નિકલ સોર્સ દ્વારા આરોપીઓની તપાસ દરમિયાન શંકમદ ઈસમોને રાઉન્ડ અપ કરી સધન પૂછપરછ કરતા ગુન્હાની કબૂલાત આપવામાં આવી છે, જેમાં લૂંટ અને હત્યા કર્યાની કબૂલાત આપતા પોલીસને મોટી સફળતા મળી છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *