સુરતના ભાઠેના સીટી બસમાં બે મહિલાઓ વચ્ચે છુટાહાથની મારામારી
બસમાં સવાર એક યુવકે બન્ને મહિલાઓને છુટી પાડી
સમગ્ર ઘટનાનો વિડીયો સોશીયલ મીડિયામાં વાયરલ
સુરતના ભાઠેના વિસ્તારમાંથી પસાર થતી પાલિકાની સીટી બસમાં બે મહિલાઓ વચ્ચે છુટાહાથની મારામારી થઈ હતી જે ઘટનાનો વિડીયો વાયરલ થતા ચકચાર મચી ગઈ છે.
સુરતમાં પુરૂષો સાથે હવે મહિલાઓ પણ જાહેરમાં લડતી હોવાના વિડીયો સામે આવી રહ્યા છે. ત્યારે સુરતના ભાઠેના વિસ્તારમાંથી પસાર થતી સુરત મહાનગર પાલિકા સંચાલિત રૂટ નંબર 104ની સીટી બસમાં સીટ પર બેસવા મુદ્દે બે મહિલાઓ વચ્ચે છુટા હાથની મારામારી થઈ હતી. તો બે મહિલા વચ્ચે થયેલી મારામારીને લઈ બસમાં અફરા તફરી મચી ગઈ હતી. જ્યારે બસમાં સવાર એક યુવકે બન્ને મહિલાઓને છુટી પાડી મામલો થાળે પાડ્યો હતો. હાલ સમગ્ર ઘટનાનો વિડીયો સોશીયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી ગઈ છે.
