દાહોદ : આશા વર્કર બહેનોને જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું

Featured Video Play Icon
Spread the love

દાહોદ : આશા વર્કર બહેનોને જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું
આશા વર્કર બહેનોને પગાર વધારો માસિક રૂપિયા 12000 આપવાની માંગ કરી
આશા વર્કર બહેનોએ માસિક ભથ્થું આપવાની માંગણી કરી
ભવિષ્યમાં ભૂખ હડતાલ પર જવાની ચીમકી પણ આપી

દાહોદ આશા વર્કર બહેનોને પગાર વધારો માસિક રૂપિયા 12000 અને આશા ફેસીલેટરને રૂપિયા15,000 તથા અન્ય વિવિધ માંગણીઓ ને લઈ દાહોદ કલેકટર અને દાહોદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યો હતો

ગુજરાત જનરલ કામદાર એસોસિએશન દ્વારા દાહોદ આશા વર્કર બહેનો ને પગાર વધારો અને આશા ફેસીલેટર ને પગાર વધારો તથા અન્ય માંગણીઓને લઈને દાહોદ કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી ને કચેરીએ સૂત્રોચ્ચાર કરી આવેદનપત્ર આપવામાં આવ્યો હતો દાહોદ આરોગ્ય શાખાના તાબામાં દાહોદ જિલ્લાના વિવિધ આરોગ્ય કેન્દ્રો અને જિલ્લાના વિવિધ શહેરોમાં આશા ફેસીલીટર આશા વર્કર અને ઇસ્ત્રી આરોગ્ય સેવિકા તરીકે ફરજ બજાવતા બહેનોને નજીવું વેતન આપી સેવા લેવામાં આવે છે તેઓને સરકારશ્રી દ્વારા નક્કી કરવામાં આવેલ લઘુત્તમ વેતન પણ આપવામાં આવતું નથી આથી ગુજરાત જનરલ કામદાર એસોસિએશન ના તમામ સભ્યો એ વિવિધ માંગણી રજૂ કરી હતી
માંગણી નંબર (૧) આશા ફેસીલીટરને માસિક રૂપિયા 15000 અને આશા વર્કર અને ઈસ્ત્રી આરોગ્ય સેવિકાને માસિક રૂપિયા 12000 વેતન આપવામાં અંગેની માંગણી કરવામાં આવેલ છે (૨) માંગણી એકમાં જણાવેલ બહેનોનું આર્થિક શોષણ કરવામાં આવે છે તો તે બંધ કરીને સરકાર શ્રી દ્વારા નક્કી કરેલ લઘુતમ વેતનનો અમલ કરવામાં આવે (૩) આશા બહેનોને ગામડાઓમાં પબ્લિક જોડે કામ કરવાનું હોવાથી વાર્ષિક ચાર જોડી ગણવેશ આપવો જોઈએ ગામડા ના કાદો-કિચળમાં રસ્તામાં જતા આવતા ગણવેશ બગડી જાય છે આથી ચાર જોડી ગણવેશ આપવાની માંગણી કરવામાં આવી હતી (૪) આશા બહેનોના ગણવેશ ગામડાના ધોળવાળા રસ્તા ના કારણે મેલા થયા થતા હોય પ્રતિમાસ રૂપિયા 1000 ધોલાઈ ભથ્થું આપવાની માંગણી કરવામાં આવી હતી આશા બહેનો દ્વારા માંગણીઓ સરકાર શ્રી દ્વારા અમલ માં નહીં આવશે તો આવનારા સમયમાં ભૂખ હડતાલ ઉપર ઉતરવાની ચીમકી પણ આપવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *