જૂનાગઢમાં આવો, અહીં સ્નાન કરો, ચરણામૃત લો

Featured Video Play Icon
Spread the love

જૂનાગઢમાં આવો, અહીં સ્નાન કરો, ચરણામૃત લો
દામોદર કુંડ સ્વચ્છ ન થાય તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી
દામોદર કુંડને લઈ કોંગ્રેસે કર્યો હતો અનોખો વિરોધ કર્યો

જૂનાગઢના ગિરનાર પર્વત ખાતે આવેલો પવિત્ર દામોદર કુંડ હાલમાં ગંદકીના ગંજ અને દુર્ગંધ આવતી હોવાના આક્ષેપ સાથે 15 દિવસ પહેલા કોંગ્રેસે અનોખો વિરોધ કરતા લેક્ટર, કમિશનર, ધારાસભ્ય, સાંસદ અને તમામ મહાનગરપાલિકા પદાધિકારીઓને આમંત્રણ આપ્યું હતું કે આવીને અહીં સ્નાન કરે અને ચરણામૃત લે. જો તેમને લાગે કે તેઓનું તંત્ર અહીં સારી રીતે સફાઈ કરી રહ્યું છે તો આવો ડૂબકી લગાવો. આજે ફરી એની એજ સ્થિતિ જોતા દામોદર કુંડ સ્વચ્છ ન થાય તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે

જૂનાગઢ દામોદર કુંડ વિશે જણાવીએ તો અહી ભગવાન કૃષ્ણે સ્નાન કર્યું હતું અને નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ કાર્ય પણ અહીં થયું હતું, જેના કારણે સંસ્કૃતિ અને સાંસ્કૃતિક મહત્વ ધરાવતી આ જગ્યાએ હજારો શ્રદ્ધાળુઓ દર વર્ષે પિતૃ શ્રાદ્ધ કરવા આવે છે. આ જગ્યા ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વની છે. તંત્ર અને સરકારે કરોડો રૂપિયા ખર્ચ્યા હોવાના દાવાઓ છતાં સત્ય એ છે કે પાણી એટલું ગંદુ છે કે ચરણામૃત પણ નથી લઈ શકાય. જેને લઇ 15 દિવસ પહેલા કોંગ્રેસ વિપક્ષના નેતા લલિત પરસાણાએ કહ્યું હતું કે સરકાર કહે છે કે દામોદર કુંડની સફાઈમાં કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે, પરંતુ જમીન પર તેનો કંઈ જ અસર જોવા મળતો નથી. શ્રાવણ માસ જેવા પવિત્ર સમયમાં પણ શ્રદ્ધાળુઓ અહીં સ્નાન કરી શકતા નથી. મનપા અને તંત્ર માત્ર દાવો કરે છે. અમે કલેક્ટર, કમિશનર, ધારાસભ્ય, સાંસદ અને તમામ મહાનગરપાલિકા પદાધિકારીઓને આમંત્રણ આપ્યું છે કે આવીને અહીં સ્નાન કરે અને ચરણામૃત લે. જો તેમને લાગે કે તેઓનું તંત્ર અહીં સારી રીતે સફાઈ કરી રહ્યું છે તો આવો ડૂબકી લગાવો. આજે પણ ફરી એની એજ સ્થિતિ જોતા દામોદર કુંડ સ્વચ્છ ન થાય તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે દામોદર કુંડનું પાણી સ્નાન યોગ્ય નથી. દામોદર કુંડ જૂનાગઢની ઓળખ છે, તેનું ધાર્મિક મહત્વ જળવાઈ રહે તે માટે તાત્કાલિક કામગીરી થવી જોઈએ. કોંગ્રેસ નેતાઓએ ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાઈરલ કર્યા છે. તેમની માંગણી છે કે જૂનાગઢ મહાનગર પાલિકા, કલેક્ટર કચેરી અને રાજ્ય સરકાર તાત્કાલિક ધોરણે દામોદર કુંડની સફાઈ અને વિકાસનું આયોજન કરે, જેથી ગીરનારની છબી જળવાઈ રહે અને શ્રદ્ધાળુઓને મુશ્કેલી ન પડે. …કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *