અમદાવાદમાં પાલડીની એક સ્કૂલના લંપટ સ્પોર્ટ્સ શિક્ષકની ધરપકડ

Featured Video Play Icon
Spread the love

અમદાવાદમાં પાલડીની એક સ્કૂલના લંપટ સ્પોર્ટ્સ શિક્ષકની ધરપકડ
કબડ્ડીનું ફોર્મ ભરવાનું કહી ધો.11ની વિદ્યાર્થિનીને 6 વખત હોટલમાં લઈ ગયો,
સ્કૂલના લંપટ સ્પોર્ટ્સ ટીચર યશ વાઘેલાની ધરપકડ કરાય

અમદાવાદના પાલડીની એક સ્કૂલમાં સ્પોર્ટ્સ ટીચરે સ્કૂલમાં ધો.11માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને કબડ્ડીનું ફોર્મ ભરવાનું કહીને હોટલ પર લઈ જઈને કપડાં ઊતરાવી ફોટા-વીડિયો ઉતાર્યા બાદ લગ્ન કરવા દબાણ કરતો હતો. આ અગાઉ પણ આરોપી અવારનવાર હોટલમાં લઈ જતો હતો. વિદ્યાર્થિનીએ આ અંગે માતાને જાણ કરતાં માતાએ સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી લંપટ શિક્ષકની ધરપકડ કરી છે.

પાલડીની એક સ્કૂલના સ્પોર્ટ્સના શિક્ષક વિરુદ્ધ એક વિદ્યાર્થિનીની માતાએ સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં જણાવ્યું હતું કે સ્કૂલના સ્પોર્ટ્સ ટીચર યશ વાઘેલાએ કબડ્ડીમાં ભાગ લેવા ફોર્મ ભરવાના તેમજ સ્પોર્ટ્સની ટિકિટ લેવાના બહાને તેમની દીકરીને હોટલના રૂમમાં લઈ જઈ નિર્વસ્ત્ર કરી ફોટા-વીડિયો ઉતારી લીધા હતા. સરખેજ ડીવાયએસપીએ જણાવ્યું હતું કે આરોપી બનાવ બાદ કોચિંગ માટે બેંગલુરુ ગયો હતો. આરોપી પરત આવ્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં સામે આવ્યું છે કે આરોપી 5થી 6 વખત વિદ્યાર્થિનીને લઈને હોટલમાં ગયો હતો. વિદ્યાર્થિની ઘરે એકલી હોય ત્યારે આરોપી બહાનું બતાવી તેના ઘરે જતો હતો અને અડપલાં કરતો હતો.

શિક્ષક બ્લેકમેલ કરી લગ્ન માટે દબાણ કરતો હતો. ધો. 11ની વિદ્યાર્થિની કબડ્ડીમાં ભાગ લેવા માગતી હતી. વિદ્યાર્થિનીએ તેની માતાને કહ્યું હતું કે યશ વાઘેલા તેને ફોર્મમાં સહી-સ્ટેમ્પ કરાવવા નિકોલ જવાનું છે એવું કહી ગીતા મંદિર એસટી સ્ટેન્ડ પાસે એક હોટલના રૂમમાં લઈ ગયો હતો. ત્યાં યશ વાઘેલાએ જબરદસ્તી કપડાં ઉતારી નિર્વસ્ત્ર કરી હતી. બનાવ બાદ આરોપી ફરાર થઈ ગયો હતો, જેની પોલીસ શોધખોળ કરી રહી હતી. આરોપી રાજ્ય બહાર જતો રહ્યો હોવાથી તે પરત આવતાં જ સરખેજ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છ  કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *