3 જુલાઈથી શરુ થનાર અમરનાથ યાત્રાના રજીસ્ટ્રેશન માટે ઉમટ્યા.
જામનગરમાં દૈનિક 50 યાત્રીઓની મર્યાદાથી લાંબી લાઈનો લાગી
પંજાબ નેશનલ બેંક ખાતે થઈ રહ્યું છે અમરનાથ યાત્રાનું રજીસ્ટ્રેશન.
જામનગરમાં અમરનાથ યાત્રા 2025 માટેનું રજિસ્ટ્રેશન 15 એપ્રિલથી શરૂ થયું છે. પંજાબ નેશનલ બેંકની ખંભાળિયા ગેટ પાસેની શાખામાં યાત્રીઓ મોટી સંખ્યામાં રજિસ્ટ્રેશન માટે પહોંચી રહ્યા છે.
3 જુલાઈથી શરૂ થનાર અમરનાથ યાત્રાનું રજીસ્ટ્રેશન શરુ થતા બેંક દ્વારા યાત્રીઓની સુવિધા માટે બેસવાની અને પાણીની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. જાબ નેશનલ બેંકની ખંભાળિયા ગેટ પાસેની શાખામાં દરરોજ કુલ 50 યાત્રીઓનું રજિસ્ટ્રેશન થઈ શકે છે. આમાં બાલતાલ અને પહેલગામ રૂટ માટે દરેકમાં 25 – 25 યાત્રીઓની મર્યાદા રાખવામાં આવી છે.યાત્રા માટે રજિસ્ટ્રેશન કરાવતા પહેલા જી.જી. હોસ્પિટલમાંથી મેડિકલ સર્ટિફિકેટ મેળવવું આવશ્યક છે. શરૂઆતના ત્રણ દિવસનું રજિસ્ટ્રેશન પહેલેથી જ ફુલ થઈ ગયું છે. છતાં લોકોમાં યાત્રા માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
અમરનાથ યાત્રા 3 જુલાઈથી 9 ઓગસ્ટ સુધી, કુલ 39 દિવસ માટે યોજાશે. યાત્રીઓ આ સમયગાળા દરમિયાન બાબા બર્ફાનીના દર્શન કરી શકશે. રજિસ્ટ્રેશન ઓનલાઈન અને ઓફલાઈન બંને માધ્યમથી કરી શકાય છે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી