અભિનેતા સલમાન ખાનને ધમકી આપવાના કેસમાં વડોદરા કેનેક્શન

Featured Video Play Icon
Spread the love

અભિનેતા સલમાન ખાનને ધમકી આપવાના કેસમાં વડોદરા કેનેક્શન
ભાઈજાનને ધમકી આપનાર ઈસમ વડોદરાના વાઘોડિયાનો.
સોશયલ મીડિયામાં સસ્તી પ્રસિદ્ધિ માટે આ કૃત્ય કર્યાનો ખુલાસો.

સલમાન ખાનને ઘરમાં ઘૂસી મારી નાખવાની ધમકી આપવાના મામલામાં તપાસ વડોદરા સુધી પહોંચી છે. વાઘોડિયા તાલુકાના રવાલ ગામના યુવકે આ મેસેજ કર્યો હોવાનું બહાર આવ્યું છે. જોકે મુંબઈ પોલીસ અત્રે દોડી આવી હતી અને પૂછપરછ કરી હતી. જેમાં પ્રાથમિક તપાસમાં આ યુવક માનસિક રીતે અસ્વસ્થ હોવાનું બહાર આવ્યું છે.

મુંબઈ પોલીસના વર્લી ટ્રાફિક કંટ્રોલ રૂમના વ્હોટ્સએપ નંબર પર અભિનેતા સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળ્યા બાદ મુંબઈ પોલીસે એફઆઈઆર નોંધી હતી. આ મેસેજમાં અભિનેતાને તેના ઘરે મારી નાખવાની અને તેના વાહનમાં બોમ્બ લગાવવાની ધમકી આપવામાં આવી હતી. તપાસકર્તાઓએ ધમકીભર્યો મેસેજ મોકલનાર ગુજરાતના વડોદરા નજીકના રવાલ ગામના 26 વર્ષીય યુવકને શોધી કાઢ્યો હતો. વાઘોડિયા પોલીસ સ્ટેશનના પીઆઇ પૃથ્વીરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, મુંબઈ પોલીસ દ્વારા એમને જાણ કરવામાં આવી હતી કે સલમાન ખાનને ધમકીભર્યો મેસેજ રવાલ ગામમાંથી કરવામાં આવ્યો હતો. જેથી અમે આ બાબતે રવાલ ગામમાં જઈને તપાસ કરી હતી. આ દરમિયાન જાણવા મળ્યું હતું કે, રવાલ ગામમાં રહેતા 26 વર્ષીય મેન્ટલી ડિસ્ટર્બ યુવકની છેલ્લાં 12 વર્ષથી વડોદરાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને તેને સોશિયલ મીડિયાનો ખૂબ શોખ છે અને તેને મિત્રો ન હોવાથી તે ગમે તે લિંક આવે એમાં જોડાઈ જાય છે. આ દરમિયાન ધમકીભર્યો મેસેજ મોકલી દીધો હતો, જેથી મુંબઈ પોલીસની ટીમે આવીને આ બાબતે તપાસ કરી હતી.

બોલિવૂડ એક્ટરને ફરી એકવાર જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. મુંબઈના વર્લી વિસ્તારમાં સ્થિત પરિવહન વિભાગને એક અજાણી વ્યક્તિએ મેસેજ મોકલીને સલમાન ખાનની કારને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. સલમાને મળેલી ધમકીના સંદર્ભમાં વર્લી પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી હતી. રવિવારે મોડીરાત્રે મોકલવામાં આવેલા મેસેજમાં એવું પણ લખ્યું હતું કે- સલમાન ખાનના ઘરમાં ઘૂસીને તેને મારી નાખશે. ગયા વર્ષે 14 એપ્રિલે જ સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટ પર ફાયરિંગની ઘટના બની હતી. આ હુમલાની જવાબદારી લોરેન્સ ગેંગે લીધી હતી. આ કેસમાં પોલીસે 7 લોકોની ધરપકડ કરી હતી. આમાંથી 2 આરોપીઓને જામીન મળી ગયા છે અને એક આરોપીએ આત્મહત્યા કરી લીધી છે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *