રાજ્યમાં આજે વરસાદને લઈને અપાયું રેડ અલર્ટ.

Featured Video Play Icon
Spread the love

રાજ્યમાં આજે વરસાદને લઈને અપાયું રેડ અલર્ટ.
નવસારી, વલસાડમાં રેડ અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી.
સુરત, તાપી, ડાંગ, દમણ અને દાદર નગર હવેલીમાં ઓરેંજ એલર્ટ.

દક્ષિણ ગુજરાતમાં 48 કલાકથી જળબંબાકાર. સુરત અને વલસાડમાં એનડીઆરએફ-એસડીઆરએફ તૈનાત. સુરત, નવસારી, તાપી અને વલસાડમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ.

દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 48 કલાકથી આફતનો વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે સમગ્ર પંથક જળબંબાકાર થયો છે. અતિભારે વરસાદની ગંભીર સ્થિતિને પહોંચી વળવા માટે વહીવટી તંત્ર દ્વારા સુરત અને વલસાડમાં NDRF અને SDRF ની ટીમો તૈનાત કરી દેવામાં આવી છે. સ્થિતિની નાજુકતાને ધ્યાને રાખીને રાહત અને બચાવ કામગીરી માટે SDRF ની વધુ ત્રણ પ્લાટુન પણ રવાના કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ અને દાદરા નગર હવેલી માટે વરસાદનું ‘રેડ એલર્ટ’ જારી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ભરૂચ, નર્મદા, બનાસકાંઠા, સાબરકાંઠા તેમજ સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં પણ ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર કરાયું છે. સમગ્ર રાજ્યમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

પડોશી રાજ્ય મહારાષ્ટ્ર, મુંબઈ તેમજ બોઈસર અને વિરાર પટ્ટામાં પડી રહેલા મુસળધાર વરસાદની સીધી અસર દક્ષિણ ગુજરાત પર જોવા મળી રહી છે. મરોલી, વાપી, વલસાડ, બીલીમોરા, ચીખલી, નવસારી અને પલસાણામાં મેઘરાજાની ધડબડાટી બોલી રહી છે. બીજી તરફ, સૌરાષ્ટ્રના જેતપુર, જૂનાગઢ, અમરેલી, ઊના, કોડીનાર, વેરાવળ, જામનગર અને માળિયા પંથકમાં પણ ભારે વરસાદની પૂરેપૂરી સંભાવના છે. પાણી ભરાવાની સ્થિતિ વચ્ચે લોકોને સાવચેત રહેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *