તાપીના વ્યારામાં ધોધમાર વરસાદથી ભારે જળબંબાકાર

Featured Video Play Icon
Spread the love

તાપીના વ્યારામાં ધોધમાર વરસાદથી ભારે જળબંબાકાર
મુસા ગામની ઓમ રેસિડેન્સીમાં પાણીનો ભરાવો
જળભરાવના કારણે લોકો ઘરોમાં રહેવા મજબૂર

તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા ખાતે આવેલા કણઝા ફાટક પાસેના રેલવે ગરનાળામાં વરસાદને કારણે પાણી ભરાવાની સમસ્યા ફરી એકવાર સામે આવી છે. ગરનાળામાં અંદાજે એક ફૂટથી વધુ પાણી ભરાઈ જતાં અહીંથી પસાર થતા વાહનચાલકો અને સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે

દર વર્ષે ચોમાસાની ઋતુ દરમિયાન આ ગરનાળામાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે, જેના કારણે દ્વિચક્રી અને નાના ચાર-ચક્ર વાહનો બંધ પડી જવાના બનાવો બને છે. પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવે વાહનચાલકોનો સમય બગડે છે અને અકસ્માતનો ભય પણ સતત તોળાતો રહે છે.

વર્ષોથી ચાલી આવતી આ સમસ્યા અંગે તંત્ર દ્વારા માત્ર કામચલાઉ પગલાં ભરવામાં આવે છે. સ્થાનિક લોકો અને વાહનચાલકો દ્વારા માગ કરવામાં આવી રહી છે કે આ ગરનાળામાંથી પાણીના નિકાલ માટે તંત્ર દ્વારા કોઈ ચોક્કસ અને નક્કર કાયમી ઉકેલ લાવવામાં આવે, જેથી દર ચોમાસે લોકોએ હેરાન થવું ન પડે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *