સુરતમાં પ્રિ મોન્સૂન કામગીરીના નામે લાખો રૂપિયાનો ખર્ચો પાણીમાં
મહાનગર પાલિકાની પ્રિમોન્સુન કામગીરીની પોલ ખુલી
ઉત્રાણ પોલીસ સ્ટેશન સાથે અન્ય શહેરના વિસ્તારોમાં પાણી ભરાયા
સુરત મહાનગર પાલિકાની પ્રિમોન્સુન કામગીરીની પ્રથમ વરસાદે જ પોલ ખોલી નાખી છે. ઉત્રાણ પોલીસ સ્ટેશન સાથે અન્ય શહેરના વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
સુરત મહાનગરપાલિકાની પ્રિમોન્સૂન કામગીરી માત્ર કાગળ પર હોય તેમ લાગી રહ્યુ છે. સામાન્ય એવા વરસાદમાં જ અલગ અલગ જગ્યા પર પાણી ભરાવવાની પરિસ્થિતિ ઉભી થઈ છે. સુરતના ઉત્રાણ પોલીસ સ્ટેશનની આસપાસ પાણી ભરાવાની સ્થિતિ જોવ મળી હતી. સામાન્ય વરસાદમાં ઉત્રાણ પોલીસ સ્ટેશનની આજુબાજુમાં પાણી ભરાયા હતાં. તો પોલીસ સ્ટેશન સાથે આંગણવાડી અને તલાટી કમ મંત્રીની ઓફિસ બહાર જ પાણી નો ભરાવો જોવા મળ્યો હતો. ગટરોની સાફ-સફાઈના અભાવના કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ છે. પાણી ભરાતા આંગણવાડી ના બાળકો ને રજા આપી દેવાઈ હતી. તો પોલીસ સ્ટેશનના કર્મચારી કે પછી અરજદારોને પાણીમાંથી પસાર થઈ પોલીસ સ્ટેશન જવાનો વારો આવ્યો છે. તો પ્રિ મોન્સૂન કામગીરીના નામે લાખો રૂપિયાનો ખર્ચો પાણીમાં ગયો હોય તેમ લાગી રહ્યુ છે.