સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ એન્ટ્રી કરી
ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ અપાયુ
કેટલીક જગ્યાએ મનપાની પ્રિમોન્સુન કામગીરીની પોલ ઉઘાડી પડી
સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ એન્ટ્રી શરૂ કરી છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ અપાયુ હોય સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો છે. તો સુરતમાં કેટલીક જગ્યાએ મનપાની પ્રિમોન્સુન કામગીરીની પોલ ઉઘાડી પડી હતી.
સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ અપાયો છે. સુરતમાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો છે. ધોધમાર વરસાદે સુરત મહાનગર પાલિકાની પ્રિમોન્સુન કામગીરીના ધજાગરા ઉડાવ્યા છે. સુરતના ફુલપાડા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતાં જેને લઈ રાહદારીઓ અને વાહન ચાલકો ભારે પરેશાન વેઠવી પડી હતી. તો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા બહાર જ પાણી ભરાતા વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.