સુરતના વરાછા વિધાનસભામાં દબાણ હટાવો ઝુંબેશ
ધારાસભ્ય કુમાર કાનાણીએ પત્ર લખતા દબાણ દુર કરવાની કામગીરી
ખોટી હેરાનગતિ ન થાય તે રીતે કામગીરી કરવા જણાવ્યુ
સુરતના વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણીએ પત્ર લખી દબાણ દુર કરવાની પાલિકા અને પોલીસની કામગીરીને વધાવી છે જો કે કેટલાક લોકો હેરાન થઈ રહ્યા હોય જેથી ખોટી હેરાનગતિ ન થાય તે રીતે કામગીરી કરવા જણાવ્યુ હતું.
સુરત વરાછાના ધારાસભ્ય કુમારભાઈ કાનાણીએ વધુ એક પત્ર લખ્યો છે. ટ્રાફિક સમસ્યા દુર કરી વરાછાને રાહત આપવાને લઈ પાલિકા અને પોલીસની કામગીરીને વધાવી હતી. સાથે પોલીસ અને પાલિકા ની કામગીરી સમયે કેટલાક લોકો હેરાન પરેશન પણ થાય છે. અમુક જગ્યાએ જે જરૂરી ના હોય પોતાની જગ્યા-ઓટલા પર બેસી ધંધો કરતા હોય તેવા લોકો પણ ભોગ બને છે. તો તે બાબતે કોઈ ખોટી રીતે હેરાનગતિ ના થાય તે રીતે કામગીરી થાય તે જરૂરી છે તેમ જણાવ્યુ હતું. અને પાલિકાના કમર્ચારીઓ દબાણ હટાવવા માટે માનવતા નેવે મૂકી હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા હોય જેથી આ અંગે ધ્યાન આપવા કહ્યુ હતું.
