માંડવીમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું
મંત્રી કુવરજી હળપતિની અધ્યક્ષતામાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયુ
આ અભિયાનમાં હોદ્દેદારો તથા નગરપાલિકાના સદસ્યો ઉપસ્થિત રહ્યા
માંડવી એસટી બસ સ્ટેશન ખાતે મંત્રી કુવરજીભાઈ હળપતિની અધ્યક્ષતામાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું.
માંડવી એસટી બસ સ્ટેન્ડ ખાતે સરકાર શ્રી ની ગાઈડ લાઈન મુજબ આજરોજ આદિજાતિ વિભાગના મંત્રી કુવરજીભાઈ હળપતિ ના અધ્યક્ષ સ્થાને સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં માંડવી ડેપો મેનેજર રોશનીબેન ગાંધી તેમજ તેમના કર્મચારીગણ તેમજ કાર્યકરો મિત્ર જોડાઈને સ્વચ્છતા કરવામાં આવી હતી જેમાં માંડવી એસટી તંત્રના કર્મચારી ધાર્મિકાબેન પરમાર દ્વારા સ્વચ્છતા અંગે સુંદર નાટક રજૂ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સુરત જિલ્લા ભાજપ મહામંત્રી રાજેશભાઈ પટેલ, ઉપપ્રમુખ વિકાસભાઈ પટેલ, માંડવી નગરપાલિકા પ્રમુખ નિમેષ શાહ, કિરીટ પટેલ, મહામંત્રીઓ વિજયભાઈ પટેલ, શાલીન શાહ, સ્નેહલ મોઢેરા તેમજ પૂર્વ પ્રમુખ નીતિન શુક્લ તથા સંગઠનના હોદ્દેદારો તથા નગરપાલિકાના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન કમલેશ ચૌધરી એ કર્યું હતું.
