સુરત જોખમી રીતે દિવાળીની ઉજવણી કરનાર સામે પોલીસની લાલ આખ
અડાજણ પોલીસે કારમાં ફટાકડા ફોડનાર નબીરાઓને ઝડપી પાડ્યા
સુરતમાં ફરી નબીરાઓ દ્વારા જોખમી રીતે દિવાળીની ઉજવણી કરાઈ હોય ચાલુ કારે ફટાકડા ફોડી વિડીયો વાયરલ કરતા આખરે પોલીસે નબીરાઓની ધરપકડ કરી હતી.
સુરતમાં જોખમી રીતે દિવાળીની ઉજવણી કરનાર સામે અડાજણ પોલીસે કાર્યવાહી કરી હતી. સુરતના પાલ-આરટીઓ રોડ પર ગત્ 27 ઓક્ટોબરના રોજ રાત્રીના સમયે જોખમી રીતે ફટાકડા ફોડ્યા હતાં. નબીરાઓ દ્વારા કારમાં જોખમી રીતે ફટાકડા ફોડી વિડિઓ વાયરલ કરાયો હોય જે વિડીયોના આધારે અડાજણ પોલીસે તપાસ હાથ દરી હતી અને કાર ચલાવી જોખમી રીતે ફટાકડા ફોડનાર યુવકોને શોધી કાઢી તેઓની ધરપકડ કરતા પોલીસે તેઓ પાસે માફી મંગાવી હતી.
