સુરતના લસકાણામાં એક વ્યક્તિનું માથું મળ્યું
નજીકની રૂમમાંથી ધડ મળ્યું, પોલીસે મૃતકની ઓળખ કરવા પ્રયાસો શરૂ કર્યા
સુરતમાં અજાણી લાશ મળવાની વાતો વચ્ચે હવે તો એક વ્યક્તિનુ માત્ર માથુ લસકાણા વિસ્તારમાંથી મળી આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી.
સુરતમાં ઘણા સમયથી અજાણી લાશો મળી આવતી હોવાના બનાવો સામે આવી ચુક્યા છે ત્યારે હવે તો અજાણી વ્યક્તિનુ માથુ મળી આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. સુરતના લસકાણા વિસ્તારમાં પોલીસ સ્ટેશન થી 400 મીટર દૂર એક વ્યક્તિનું માથું મળી આવ્યું હતું. રોડની બાજુની સાઈડ પર કોઈ અજાણી વ્યક્તિનું ખાલી માથું મળી આવતા લસકાણા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ ની ટિમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. અને આ ખાલી માથું કોણ નાખી ગયું તે દિશામાં તપાસ શરૂ કરી છે.
