ડાંગ જિલ્લામાં ચોમાસા બાદ કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી

Featured Video Play Icon
Spread the love

ડાંગ જિલ્લામાં ચોમાસા બાદ કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી
ઉભા પાક પર ફરી વળેલા વરસાદી પાણીએ ખેડૂતોને બેહાલ કરી દીધા
2024માં થયેલા નુકસાનની સહાય આજદિન સુધી તેમને મળી નથી.

ડાંગ જિલ્લામાં વર્તમાન ચોમાસા બાદ કમોસમી વરસાદે વેરેલા વિનાશે ખેડૂતોની કમર તોડી નાખી છે. ઉભા મોલ પર ફરી વળેલા વરસાદી પાણીએ ખેડૂતોને બેહાલ કરી દીધા છે ત્યારે સરકારી સહાય માટે શરૂ થયેલા સર્વેમાં પણ ખેડૂતો પોતાની અરજી કરવાનું ટાળી રહ્યા છે તેનું મુખ્ય કારણ છે 2024માં થયેલા નુકસાનની સહાય આજદિન સુધી તેમને મળી નથી.

ડાંગ જિલ્લામાં વર્તમાન ચોમાસા બાદ કમોસમી વરસાદે વેરેલા વિનાશે ખેડૂતોની કમર તોડી નાખી છે. 2024માં થયેલા નુકસાનની સહાય આજદિન સુધી તેમને મળી નથી. ત્યારે વગદાર રાજકીય કાર્યકરોને એક નહીં બે-બે વખત સહાય ચૂકવાઇ છે, જ્યારે સાચા અર્થમાં નુકસાન ભોગવાનારા 100 થી વધુ ખેડૂતોની સહાય મળી જ નથી પણ સરકારે ચોપડે બોલે છે અમુક ખેડૂતોની તો અરજી જ રિજેક્ટ થઈ ગઈ હતી . જેમની અરજી મંજુર થઇ છે એવા કેટલાય ખેડૂતો છે કે, સરકારી ચોપડે તેમના ખાતામાં સહાય ચૂકવાઇ ગઇ છે. પણ તેમના ખાતામાં કોઇ સહાય આવી નથી. ત્યારે કુદરતી આફતો, સરકારી તંત્ર અને વગદારો માટે જાણે નાણા કમાવવાની મોસમ હોય તેવુ ચિત્ર ઉપસી રહ્યુ છે. ડાંગ જિલ્લામાં 2024 ઓક્ટોબરમાં અતિભારે વરસાદના કારણે કુદરતી આફતે ડાંગરની ખેતીને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. રાજ્ય સરકારે કૃષિ વિભાગ મારફતે અસરગ્રસ્ત ખેડૂતોને સહાય આપવાની જાહેરાત કરી હતી. આ વર્ષે પણ ડાંગ જિલ્લામાં ચોમાસા બાદ કમોસમી વરસાદથી થયેલા વિનાશે ખેડૂતોની કમર તોડી નાખી છે, ઉભા પાક પર ફરી વળેલા વરસાદી પાણીએ ખેડૂતોને બેહાલ કરી દીધા છે ત્યારે આ વખતે નુકસાન છતાં સરકાર પાસે કોઈ આશા નથી એવું ખેડૂતો જણાવી રહ્યા છે

ડાંગ જિલ્લાના ખેડૂતોને કમોસમી વરસાદમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. રાજ્ય સરકારે 5 કરોડની માતબર સહાય ખેડૂતોને ચૂકવી હોવાનો દાવા કરે છે, પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી જ છે. રાજકીય વગ ધરાવતા ખેડૂતોને વધુ સહાય ચૂકવી ગરીબ આદિવાસી ખેડૂતોને નજીવું વળતર ચૂકવાયું છે, તો કેટલાક ને સહાય મળી જ નથી .જેથી સહાય માં ગોબચારી થઈ હોઇ ખેડૂતો અને સ્થાનિક સંગઠનોની માંગ છે કે, રાજ્ય સરકાર પારદર્શક તપાસ કરે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *