સુરત : નરેન્દ્ર મોદીના 75 મા જન્મદિવસની અનોખી ઉજવણી
શક્તિપીઠ અંબાજી અને વડનગરખાતે મહાયજ્ઞ પૂજનનુ આયોજન કરાયુ
મહાયજ્ઞ પુજનમાં ભાગ લેવા માટે પુર્ણેશ મોદીએ 3000 સિનીયર સિટીઝનોને મોકલ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75માં જન્મદિનને લઈ અંબાજી અને વડનગરમાં યોજાયેલ મહાયજ્ઞ પૂજનમાં ભાગ લેવા સુરત પશ્ચિમ વિધાનસભા ભાજપ પરિવાર દ્વારા 75 લક્ઝરી બસ દ્વારા 3000 હજાર જેટલા સિનિયર સિટીઝનોને રવાના કરાયા હતાં.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75માં જન્મદિન એટલે કે 17મી સપ્ટેમ્બરના રોજ શક્તિપીઠ અંબાજી અને વડનગરખાતે મહા યજ્ઞ પૂજન નુ આયોજન કરાયુ હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસે તેમના દિર્ઘાયુની પ્રાર્થના માટે યોજાનાર આ મહાયજ્ઞ પુજનમાં સુરત પશ્ચિમ વિધાનસભા ના ધારાસભ્ય પુર્ણેશ મોદી દ્વારા 75 લક્ઝરી બસ મારફતે 3000 સિનીયર સિટીઝનોને મોકલાયા હતાં. તે સમયે પુર્ણેશ મોદીએ મીડિયા સાથે વાત કરી હતી.
