સુરતના પાંડેસરામાં યુવકની હત્યા

Featured Video Play Icon
Spread the love

સુરતના પાંડેસરામાં યુવકની હત્યા
મોડી રાત્રે બે મિત્રો પર હુમલો, એકનું મોત અન્ય ગંભીર
યુવાન અને તેના મિત્ર પર અજાણ્યાઓએ જીવલેણ હુમલો કર્યો
રાત્રીના સમયે બન્ને મિત્રો નાઈટ ડ્યુટી પર જતા હતા

સુરતમાં હત્યાની વધી રહેલી ઘટનાઓ વચ્ચે પાંડેસરા તિરૂપતિ ચોકડી પાસે અજાણ્યાઓએ યુવાન પર હુમલો કરી તેની ઘાત્કી હત્યા કરતા પોલીસ દોડતી થઈ ગઈ હતી.

સુરતમાં હત્યાના વધી રહેલા બનાવો વચ્ચે પાંડેસરામાં યુવાનની હત્યા કરાઈ હતી. વાત એમ છે કે પાંડેસરા વિસ્તારમાં આવેલ તિરૂપતિ ચોકડી પાસે 24 વર્ષીય ભગતસિંહ નામના યુવાન અને તેના મિત્ર પર અજાણ્યાઓએ જીવલેણ હુમલો કર્યો હતો. રાત્રીના સમયે બન્ને મિત્રો નાઈટ ડ્યુટી પર જતા હતા તે સમયે અજાણ્યાઓએ હુમલો કરી ભગતસિંહની હત્યા કરી નાંખી હતી જ્યારે તેના મિત્રને ગંભીર ઈજાઓ થતા હોસ્પિટલે ખસેડાયો હતો. તો બનાવની જાણ થતા પાંડેસરા પોલીસ સ્થળે દોડી ગઈ હતી અને ગુનો નોંધી હત્યારાઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *