સુરત : પાર્કિંગમાં દાદાગીરી કરવી ભારે પડી!

Featured Video Play Icon
Spread the love

સુરત : પાર્કિંગમાં દાદાગીરી કરવી ભારે પડી!
રેલવે સ્ટેશન પર પાર્કિંગ માટે દાદાગીરી નો વિડિયો વાયરલ
વાહનચાલક સાથે ખરાબ વર્તન કરનાર પાર્કિંગ કર્મચારીની અટકાયત
કોન્ટ્રાક્ટરને અપાઈ કડક સૂચના

સુરત રેલ્વે સ્ટેશન પર યાત્રી સાથે વાહન પાર્કિંગને લઈ ખરાબ વર્તન કરનાર પાર્કિંગ કોન્ટ્રાક્ટના કર્મચારી સામે રેલ્વે પોલીસે વિડીયો વાયરલ થતા કાર્યવાહી કરી તેની અટકાયત કરી હતી.

સુરત રેલ્વે સ્ટેશન પર પાર્કિંગમાં યાત્રી ને મૂકવા આવતા સંબંધી સાથે પાર્કિંગ કોન્ટ્રાક્ટરના માણસો દ્વારા ઉદ્ધવ વર્તન કરવા બદલ રેલવે પોલીસ પાર્કિંગ કોન્ટ્રાક્ટર ના કર્મચારી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે જેથી કરીને આગામી સમયમાં શરૂ થતા તહેવાર નિમિત્તે અનિચ્છનીય બનાવ નહીં બને તે માટે રેલવે બરોડા એસપી સોની તાંબા હેઠળ આવતા રેલવે સ્ટેશન પર એ કડક પગલાં ભરવાનો નિર્દેશ આપવામાં આવ્યા છે. અવાર નવાર રેલવે સ્ટેશન પર પાર્કિંગ બાબતે યાત્રી સાથે સંઘર્ષ તથા હોવાના વિડીયો ઘણીવાર વાયરલ થતા હોય છે પરંતુ આ વખતે પહેલીવાર બરોડા રેલવે એસપી અભય સોની દ્વારા રેલવે યાત્રીની સુરક્ષા ને લઈને ગંભીર પગલા લેવાનો નિર્દેશ આપવામાં આવ્યા છે ત્યારે સુરત રેલ્વે સ્ટેશન પર યાત્રીના સંબંધી સાથે પાર્કિંગ બાબતે ઉધતાઈભર્યુ વર્તન કરનાર પાર્કિંગ કોન્ટ્રાક્ટરના માણસ સાથે થયેલી બોલાચાલી નો વિડીયો વાયરલ થયો હતો આ બાબત નો વિડીયો બરોડા રેલવે એસપી અભય સોનીને ધ્યાન પર આવતા તેમને સુરત રેલવે પીઆઇ હિરલ વ્યાસ ને કડક કાર્યવાહીની સૂચના આપવામાં આવી હતી જેના આધારે સમગ્ર ઘટનાની જાણકારી મેળવી ને પાર્કિંગ કોન્ટ્રાક્ટર ના સ્ટાફને બોલાવવામાં આવ્યા હતા અને વીડિયોના આધારે દેખાઈ રહેલા કર્મચારી સલમાન ઈદરિસ મલિકની પોલીસે અટકાયત કરી તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *