કેશોદમાં રક્ષાબંધનના બે દિવસ પૂર્વે 6 બહેનોએ એકનો એક ભાઈ ગુમાવ્યો

Featured Video Play Icon
Spread the love

કેશોદમાં રક્ષાબંધનના બે દિવસ પૂર્વે 6 બહેનોએ એકનો એક ભાઈ ગુમાવ્યો
પત્ની અને સાસરીયાના ત્રાસથી પતિનો આપઘાત.
મૃતકે લખેલી સુસાઈડ નોટ પણ મળી આવી.
મૃતકની પત્ની, સસરા સહિત ત્રણ લોકો સામે ફરિયાદ.

જૂનાગઢના કેશોદ તાલુકાના અગતરાય ગામના યુવકે પત્ની સહિતના સાસરિયાઓના ત્રાસથી આત્મહત્યા કરી લેતા બહેનોએ ન્યાયની માગ કરી છે. રક્ષાબંધનના બે દિવસ પૂર્વે એકનો એક ભાઈ ગુમાવનાર 6 બહેનોનો આક્રંદ સાંભળો

જૂનાગઢના કેશોદમાં રક્ષાબંધનના બે દિવસ પૂર્વે એકનો એક ભાઈ ગુમાવનાર 6 બહેનોએ આક્રંદ સાથે કહ્યું હતું કે, મારો ભાઈ નિલેશ મારી ભાભીને લેવા માટે ગયો હતો. ત્યારે તેના સાસરિયાઓએ તેને ઢોરમાર માર્યો હતો અને સમાધાન માટે 10 લાખ રૂપિયાની માગણી કરી હતી. જેથી મારા ભાઈએ કંટાળીને જિંદગી ટૂંકાવી લીધી. અમારી માગણી છે કે, મારા ભાઈને મરી જવા મજબૂર કરનારાઓને કડકમાં કડક સજા થાય. બે દિવસ બાદક રક્ષાબંધનનું પર્વ છે ત્યારે આક્રંદ કરતા બહેનોએ કહ્યું કે, અમારો એકનો એક ભાઈ ચાલ્યો ગયો, રક્ષાબંધને રાખડી કોને બાંધીશું ? નિલેશે આપઘાત કરતા પહેલા એક સુસાઇડ નોટ લખી હતી, જેમાં તેણે પોતાની વેદના અને ત્રાસ આપનાર વ્યક્તિઓના નામ સ્પષ્ટપણે લખ્યા છે. જેમાં લખ્યું છે કે, ​”મારી હારે ફ્રોડ થયો હોવાથી હું આ પગલું ભરું છું. મારા મેરેજ જિજ્ઞાસા રાવલિયા રહેઠાણ પીપળી (બાવાની) સાથે કર્યા. બે મહિના બાદ તે તેના ઘરે જતી રહી, ત્યારબાદ હું તેને પાછી લાવ્યા બાદ તે 15 દિવસ રહી અને પાછી ચાલી ગઈ, ત્યારથી મને બ્લોક કરી દીધો. પછી મને કાજલ રાવલિયા તથા તેમનો પતિ નીતિન રાવલિયા ધમકી આપી રહ્યા છે, 10 લાખ રૂપિયા આપ, એમ તેના પપ્પા કાનભાઈ રાવલિયાએ પણ એ જ માંગણી કરી હતી. જિજ્ઞાસા રાવલિયાને મારી સાથે મેરેજ નહોતા કરવા તો મારી જિંદગી શું કામ બગાડી ? હું મારી છ બહેનોનો એક ભાઈ હતો. હું મારી જિંદગી સારી રીતે જીવતો હતો. મેં કોઈનું અત્યાર સુધીમાં ખરાબ નથી કર્યું તો મારી હારે કેમ એવું કર્યું ? એને હું મરી જાઉં તો મને માફ કરજે..બાય… સાસરિયાઓ દ્વારા કરવામાં આવેલા શારીરિક અને માનસિક ત્રાસથી નિલેશ સંપૂર્ણપણે ભાંગી પડ્યો હતો. તેને લાગ્યું કે હવે તેના જીવનનો કોઈ અર્થ નથી રહ્યો. 26 જુલાઈના રોજ તેણે હતાશામાં આવીને એસિડ પી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો. તેને તાત્કાલિક કેશોદની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો. જોકે, તેની ગંભીર હાલત જોતા તેને વધુ સારવાર માટે જૂનાગઢ અને ત્યારબાદ રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. નિલેશે બાર દિવસ સુધી મૃત્યુ સામે સંઘર્ષ કર્યો, પરંતુ આખરે ૨ ઓગસ્ટના રોજ રાજકોટ ખાતે તેનું દુઃખદ અવસાન થયું. આ સમાચાર મળતા જ તેના પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો અને છ બહેનોએ પોતાના એકના એક ભાઈને ગુમાવ્યો….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *