સુરતમાં નશાયુક્ત કોડીન સાથે એક ઝડપાયો
ભેસ્તાન પોલીસે અલ્ફાઝ શરીફ શેખની ધરપકડ કરી
સુરતની ભેસ્તાન પોલીસે પેટ્રોલિંગ દરિયાન બાતમીના આધારે નશાયુક્ત કોડીન સાથે એકને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.
સુરત પોલીસ કમિશનર તથા અધિક પોલીસ કમિશનર સેક્ટર ટુ, નાયબ પોલીસ કમિશનર ઝોન છ અને મદદનીશ પોલીસ કમિશનર આઈ ડીવીઝન દ્વારા નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવવા આદેશ કરાયો હોય જેને લઈ ભેસ્તાન પી.આઈ. કે.પી. ગામેતી તથા સેકન્ડ પી.આઈ. જે.એમ. સોલંકી અને પી.એસ.આઈ. જે.એમ. પટેલની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે અ.હે.કો. રાજેશ તથા સંદિપને મળેલી બાતમીના આધારે નશાયુક્ત કોડીનના જથ્થા સાથે ભેસ્તાન આવાસમાંરહેતા અલ્ફાઝ શરીફ શેખને ઝડપી પાડી તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
