સુરત ઉધનામાં ધોળા દિવસે દાગીના સહિતની ચોરી

Featured Video Play Icon
Spread the love

સુરત ઉધનામાં ધોળા દિવસે દાગીના સહિતની ચોરી
ઘરમાંથી દાગીના સહિતની ચોરી કરનાર રીઢા ચોર
રાજેશ ઉર્ફે નનકુ તિવારી, દિપક રાજેન્દ્રપ્રસાદ પાંડે અને દિપક સુરેશ જૈન

સુરત ઉધનામાં ધોળા દિવસે ઘરમાંથી દાગીના સહિતની ચોરી કરી ભાગી છુટેલા રીઢાઓને ઉધના પોલીસે ઝડપી પાડ્યા હતાં.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, અધિક પોલીસ કમિશનર બલરામ મીણા અને નાયબ પોલીસ કમિશનર કાનન દેસાઈ, મદદનીશ પોલીસ કમિશનર જાડેજાની સુચનાને લઈ પીઆઈ એસએન દેસાઈ તથા જેએસ ઝાંબરેની ટીમ પીએસઆઈ એમકે ઈશરાણી અને એચઝેડ પટેલના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે અહેકો પિયુષભાઈ તથા અપોકો ભાવેશભાઈ અને રામદેવસિંહને મળેલી બાતમીના આધારે ઉધના પોલીસ મથકની હદમાં હરીનગર બે હેતલ એપાર્ટમેન્ટના ફ્લેટમાંથી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ભાગી છુટેલા રીઢાઓ રાજેશ ઉર્ફે નનકુ તિવારી, દિપક રાજેન્દ્રપ્રસાદ પાંડે અને દિપક સુરેશ જૈનને ઝડપી પાડી તેઓ પાસેથી ચોરાયેલ દાગીના કબ્જે લઈ ત્રણેય વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *