સુરત પોલીસે રીઢા ચોર ઉન્મય ઉર્ફે ક્રિશ સુનીલ ગવારગુરૂને ઝડપ્યો
અડાજણ પોલીસે મોબાઈલ ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપી ઝડપ્યો
ચોરાયેલ છ મોબાઈલ ફોન કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
સુરતની અડાજણ પોલીસે મોબાઈલ ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા, નાયબ પોલીસ કમિશનર ઝાલા અને મદદનીશ પોલીસ કમિશનર ચૌધરીની સુચનાને લઈ પીઆઈ વીએ જોગરાણાની ટીમ પીએસઆઈ એનડી પટેલના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે અહેકો ઉત્તમભાઈ અને અપોકો હિતેશભાઈને મળેલી બાતમીના આધારે અડાજણ મધુવન સર્કલ પાસેથી રીઢા ચોર ઉન્મય ઉર્ફે ક્રિશ સુનીલ ગવારગુરૂને ઝડપી પાડી તેની પાસેથી ચોરાયેલ છ મોબાઈલ ફોન કબ્જે લઈ તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
