માંડવી નાગરિક સહકારી બેંકને નવું નેતૃત્વ
માંડવી નાગરિક સહકારી બેંકમાં ચેરમેન–વાઇસ ચેરમેનની વરણી
માંડવી નાગરિક સહકારી બેંક ના ચેરમેન તરીકે જતીનભાઈ શાહ વાઇસ ચેરમેન તરીકે સ્નેહલભાઈ મોઢેરા એમડી તરીકે વિજયભાઈ પાઠક ની વરણી કરાય.
સુરત જિલ્લા ભાજપ પ્રમુખ ભરતભાઈ રાઠોડ ની સૂચના અનુસાર ભાજપ સમર્પિત સહકાર પેનલના ડિરેક્ટરશ્રીઓના મેન્ડેડ લઈને આજરોજ સુરત જિલ્લા ભાજપ મહામંત્રી રોહિતભાઈ પટેલ તથા સુરત જિલ્લા મહામંત્રી જગદીશભાઈ પારેખ મેન્ડેડ લઈ આવેલા હતા જેમાં ચેરમેન તરીકે જતીનભાઈ શાહ તથા વાઇસ ચેરમેન તરીકે સ્નેહલભાઈમોઢેરા તથા એમડી તરીકે વિજયભાઈ પાઠક નામો ની જાહેરાત કરવામાં આવી હતી . જેને સૌ ડિરેક્ટરશ્રીઓએ વધાવી લોધી હતી. આજરોજ માંડવી નાગરિક સહકારી બેંકના સભાખંડમાં કાર્યવાહક પ્રમુખ તરીકે ચંદ્રકાંત ભગત વાલા ના અધ્યક્ષ સ્થાને મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ બોર્ડ ઓફ ડિરેક્ટર ની મિટિંગ યોજાય હતી જેમાં સર્વાનુમતે મતે ચેરમેન તરીકે જતીનભાઈ શાહ વાઇસ ચેરમેન સ્નેહલભાઈ મોઢેરા તથા એમડી તરીકે વિજયભાઈ પાઠક ના નામની નિમણૂક કરવામાં આવી હતી જેનેતમામ બોર્ડ ઓફ ડિરેક્ટરશ્રીઓએ આવકારી ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા. નવનિયુક્ત થયેલ તમામ હોદ્દેદારો , તથા ડિરેક્ટરો બેંકને ઉતર પ્રગતિ સર કરે એવી શુભકામના પાઠવી હતી.
