સુરત મહાનગર પાલિકાનો આરોગ્ય વિભાગ હરકતમાં

Featured Video Play Icon
Spread the love

સુરત મહાનગર પાલિકાનો આરોગ્ય વિભાગ હરકતમાં
અખાદ્ય વસ્તુઓનુ વેચાણ કરનારા સામે લાલ આંખ
આઈસ્ક્રીમ અને દુધના લેવાયેલા 9 નમૂનાઓ સબસ્ટાન્ડર્ડ

સુરત મહાનગર પાલિકાનો આરોગ્ય વિભાગ હાલ અખાદ્ય વસ્તુઓનુ વેચાણ કરનારા સામે લાલ આંખ કરી બેઠો છે ત્યારે સુરત મનપા દ્વારા આઈસ્ક્રીમ અને દુધના લેવાયેલા નમૂનાઓમાં 9 નમુના સબસ્ટાન્ડર્ડ આવતા ચકચાર મચી ગઈ છે.

સુરતમાં ગરમીમાં લોકો આઈસ્ક્રીમ ખાવાનુ વધુ પસંદ કરતા હોય છે જો કે ગરમી ચાલુ થાય તે પહેલા જ આઈસ્ક્રીમના નમૂના ફેઈલ આવ્યા છે. સુરત મહાનગર પાલિકાના ખાદ્ય પદાર્થોના ચેકિંગમાં દૂધ અને આઈસ્ક્રીમના 9 નમૂના સબસ્ટાન્ડર્ડ છે. જેમાં પાર્લે પોઈન્ટ ખાતે આવેલ સિદ્ધિ આઇસ્ક્રીમની કાજુ દ્રાક્ષ આઈસ્ક્રીમમાં મિલ્કફેટ ઓછું જણાયું હતુ તો કતરાગામની શ્રીનાથ દૂધ ડેરી સાથે બમરોલીની શ્રી કૃષ્ણા ડેરી, ઉનની એવન ડેરી, માં ચામુંડા ડેરી, નાનપુરાની શ્રી ભાગ્ય લક્ષ્મી ડેરી, પાંડેસરાની એસ.કે. પટેલ ડેરી અને ઉધનાના તબેલામાં ગાયનુ દુધ સબસ્ટાન્ડર્ડ આવ્યુ છે. તો અબ્રામા રોડ પર આવેલ રાધે દુધમંડળીમાં ભેંસનુ દુધ સબસ્ટાન્ડર્ડ મળી આવતા તમામ સામે ફુડ સેફ્ટી એક્ટ 2006 ના નિયમો અનુસાર કાર્યવાહી હાથ ધરાશે તેમ જણાવાયુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *