સુરતના પર્વત પાટીયા ખાતે જ્વેલર્સની દુકાનમાં ચોરી

Featured Video Play Icon
Spread the love

સુરતના પર્વત પાટીયા ખાતે જ્વેલર્સની દુકાનમાં ચોરી
આરોપીને રિ કન્સ્ટ્રક્શનના બહાને સ્થળે લઈ જવાય
લાખસિંહ રાઠોડની અમદાવાદ ખાતેથી પોલીસે ધરપકડ કરી

સુરતના પર્વત પાટીયા ખાતે જ્વેલર્સની દુકાનમાં થયેલી લાખોની ચોરી મામલે પોલીસે રાજસ્થાની આરોપીને અમદાવાદ ખાતેથી ઝડપી પાડ્યો હતો. તો આરોપીને રિ કન્સ્ટ્રક્શનના બહાને સ્થળે લઈ ગયા..

સુરતના પર્વત પાટીયા વિસ્તારમાં આવેલી ભાવના જ્વેલર્સમાં દિવાલમાં બાકોરૂ પાડીને થયેલી ચોરીનો ભેદ પુણા પોલીસે ઉકેલી કાઢ્યો છે. અનોખી રીતે થયેલી ચોરીની ઘટનાને લઈ પોલીસ ત્વરિત દોડતી થઈ ગઈ હતી. બે દુકાનોમાં બાકોરૂ પાડીને જ્વેલર્સમાં ચોરી કરવા ઘુસેલા રીઢા ચોર એવા રાજસ્થાનની યુવાન લાખસિંહ રાઠોડની અમદાવાદ ખાતેથી પોલીસે ધરપકડ કરી હતી. તો ચોર દુકાનમાં પ્રવેશ્યો હતો ત્યારે તેણે સીસીટીવી પણ બંધ કરી દીધા હતા. હાલ તો ચોરને ઝડપી પાડી પોલીસે મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો બીજી તરફ આરોપીને ઘટના સ્થળે લઈ જઈ પોલીસે રિ કન્સ્ટ્રક્શનની જગ્યાએ તાયફો કર્યો હોય તેમ લાગ્યુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *