આરોપી 81 લાખ 99 હજારથી વધુના હીરા લઈ ફરાર થયો હતો
આરોપી હીરા પોલીસ કરવાના બહાને વેપારી પાસેથી હીરા લીધા
સુરતમાં એલસીબી ઝોન વનની ટીમે કાપોદ્રા વિસ્તારમાં હીરા પોલીસ કરવાના બહાને લઈ જઈ પરત ન આપી ફરાર થયેલા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આરોપી 81 લાખ 99 હજારથી વધુના હીરા લઈ ફરાર થયો હતો
સુરતના કાપોદ્રા વિસ્તારમાં પોલીસ કરવાના હીરા લઈ જઈ પરત ન આપી ઠગાઈ કરનાર આરોપીને એલસીબી ઝોન વનની ટીમે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આરોપીએ 682.36 કેરેટ હીરા પોલીસ કરવાના બહાને વેપારી પાસેથી લીધા હતા જેની કિંમત 81 લાખ 99 હજારથી વધુ થાય છે આરોપી અક્ષર ભુપતભાઈ લખાણીએ ગૌતમભાઈ ઇટાલીયા પાસેથી આ હીરા લીધા હતા અને પોલીસ કરી પરત આપી જવાની બાંહેધરી આપી હતી. સિગની લેબ ડાયમંડમાં ગૌતમભાઈ ઇટાલીયા ને આ હીરા પરત આપવાના હતા પરંતુ આરોપી અક્ષર આ હીરાલય ફરાર થઈ ગયો હતો. આ મામલે કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી જોકે પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.