સુરત પોલીસે ગાંજા સાથે એકને ઝડપ્યો
પોલીસે કુલ 1.90 લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો
આરોપી ગાંજાનો જથ્થો મંગાવી છૂટક વેચાણ કરતો હતો
સુરતની પાંડેસરા પોલીસે 5 કિલો ગાંજા સાથે એક આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલા આરોપી પાસેથી પોલીસે ₹1,33,000 નો મુદ્દા માલ કબજે કર્યો છે.
આ અંગે પોલીસે જણાવ્યું હતું કે સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા શહેરમાં ડ્રગ્સનું અને નશાનું વેચાણ કરતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને આવી પ્રવૃત્તિઓ અટકાવવા કડક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે ત્યારે પાંડેસરા પોલીસની ટીમને બાતમી મળી હતી કે પાંડેસરા વિનાયક નગર સોસાયટીના ઘર નંબર 393 માં રહેતા રામ શરણ જપસી યાદ વે ગાંજાનો જથ્થો મંગાવી ગાંજાનું છૂટક વેચાણ કરે છે અને હાલ તેના ઘરમાં ગાંજો સંતાડી રાખ્યો છે જે બાતમીના આધારે પોલીસે વિનાયક નગર સોસાયટીના ઘરમાં રેડ કરી હતી ત્યારે આરોપી રામશરણ ઉર્ફે મુન્ના જપસી યાદવ ને પાંચ કિલો 11 ગ્રામ ગાંજા સાથે ઝડપી પાડ્યો હતો જે ગાંજાની કિંમત 1,33,000 જેટલી થાય છે પોલીસે અન્ય મુદ્દા માલ મળી 1.90 લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો છે આરોપી ગાંજો ક્યાંથી લાવતો હતો અને કોને આપવાનો હતો તે દિશામાં તપાસ શરૂ કરી છે.