મંદિરોમાં હનુમાન જયંતિની ઉજવણી
અટલ આશ્રમમાં 6,000 કિલોનો લાડુ ધરાવાયો
હજારો ભક્તો માટે મહાપ્રસાદી
સુરતના પાલ સ્થિત અટલ આશ્રમમાં 6 હજાર કિલો બુંદીનો લાડુ તૈયાર કરવામાં આવ્યો છે. હનુમાનજીને 6000 કિલો બુંદીનો એક લાડુનો ભોગ ધરવામાં આવ્યો હતો. ત્યારબાદ ભક્તોને પ્રસાદરૂપે વિતરણ કરવામાં આવી રહ્યો છે. દિવસ દરમિયાન હજારોની સંખ્યામાં ભક્તો મહાપ્રસાદી ગ્રહણ કરશે.
શ્રીરામ ભક્ત શ્રીહનુમાનજી મહારાજનો જન્મોત્સવ છે, ત્યારે સુરત શહેરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. સુરતના પાલ સ્થિત અટલ આશ્રમમાં 6000 હજાર કિલો બુંદીનો એક લાડુ બનાવી ભોગ ધરાવામાં આવ્યો છે. જેનો ભોગ શ્રીહનુમાનજી મહારાજને ધરવામાં આવશે અને ત્યારબાદ ભક્તોને પ્રસાદ સ્વરૂપે આપવામાં આવશે. હાલ મંદિરમાં શ્રીહનુમાન જન્મોત્સવને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ગયા વર્ષે મંદિરમાં 5555 કિલોનો લાડુ તૈયાર કરાયો હતો. જ્યારે આ વર્ષે 6 હજાર કિલો બુંદીનો લાડુ તૈયાર કરવામાં આવી રહ્યો છે.અટલ આશ્રમ ખાતે હનુમાન દાદાને બુંદીનો ભોગ ચઢાવવા માટે ખાસ તૈયારી કરવામાં આવે છે. લાડુ બનાવવા માટે 2000 કિલો બેસન, 2000 હજાર કિલો ખાંડ અને 80થી 90 ડબ્બા જેટલું તેલ અને ઘી, 100 કિલો સુકો મેવો તેમજ અન્ય સામગ્રી મળીને 6000 કિલોનો એક લાડુ બનાવવામાં આવ્યો છે. 2000 કિલો ગાઠીયા પણ પ્રસાદમાં ચડાવવામાં આવશે. હનુમાન મંદિર ખાતે દિવસભર 25થી 30 હજાર ભક્તો પ્રસાદી ગ્રહણ કરશે. ગરમીને ધ્યાને લઈને 15 હજાર લીટર છાશની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.