દિવાળી બાદ અમદાવાદમાં રોગચાળાનો કહેર.
બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો.
સોલા સિવિલમાં એક સપ્તાહમાં 13,145 દર્દીઓએ લીધી સારવાર.
અમદાવાદમાં બેવડી ઋતુનો અનુભવ થતો હોય તેવી સ્થિતિ સર્જાય છે. કારણ કે ક્યારેક વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસે છે, તો ક્યારેક 33 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહે છે અને જ્યારે પણ વરસાદ વરસે છે ત્યારે તાપમાન અચાનક 7 થી 8 ડિગ્રી સેલ્સિયસ ગગડીને ખૂબ જ નીચું થઈ જતું હોય છે, તેને કારણે ઠંડક અનુભવાય છે.
વરસાદી માહોલમાં મચ્છરોની ઉત્પત્તિ વધતા મચ્છરજન્ય રોગનો પણ વધારો થયો છે. જેને કારણે એશિયાની સૌથી મોટી જાહેર હોસ્પિટલ એવી સોલા સિવિલ હોસ્પિટલમાં દરરોજની 3500 જેટલા ઓપીડી કેસ નોંધાય છે. તેમાં પણ હાલમાં ઋતુ અનુસાર ઓપીડી કેસમાં વધારો થયો છે, તેથી આટલી મોટી સંખ્યામાં ઓપીડી કેસ નોંધાય છે. સોલા સિવિલમાં એક સપ્તાહમાં 13,145 દર્દીઓએ લીધી સારવાર લીધી છે. ચોમાસાની ઋતુમાં સામાન્ય રીતે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગનું ઉપદ્રવ વધી જતો હોય છે. ત્યારે અમદાવાદમાં ઓક્ટોબર મહિનાની શરૂઆતથી જ બેવડી ઋતુ અનુભવાતાં મચ્છરજન્ય રોગનો ઉપદ્રવ અત્યંત વધ્યો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટના જણાવ્યા અનુસાર, હાલમાં જે વાતાવરણ સર્જાય છે, તેમાં ખાસ તકેદારી રાખવી ખૂબ જ આવશ્યક છે તથા કોઈપણ નાની-મોટી સમસ્યા જણાય તો તાત્કાલિક નિષ્ણાંત તબિયતની સલાહ લેવી જોઈએ
સોલા સિવિલ હોસ્પિટલમાં દરરોજની 3500 જેટલા ઓપીડી કેસ નોંધાય છે. તેમાં પણ હાલમાં ઋતુ અનુસાર ઓપીડી કેસમાં વધારો થયો છે, તેથી આટલી મોટી સંખ્યામાં ઓપીડી કેસ નોંધાય છે. સોલા સિવિલમાં એક સપ્તાહમાં 13,145 દર્દીઓએ લીધી સારવાર લીધી છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
