સચિન પોલીસે ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો

Featured Video Play Icon
Spread the love

સચિન પોલીસે ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો
ગાંજાના જથ્થા સાથે બે રીઢા આરોપીઓ ઝડપાયા
પોલીસે ૪૫ હજારનો મુદ્દામાલ કબજે લઈ તપાસ હાથ ધરી

સુરતના સચિન જીઆઈડીસી પોલીસે સરદાર નગર સોસાયટી માંથી ત્રણ કિલોથી વધુના ગાંજા સાથે બે રીઢા આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે ૪૫ હજારનો મુદ્દામાલ કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે સચિન જીઆઇડીસી પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે , સચિન જીઆઈડીસી પોલીસની ટીમને બાતમી મળી હતી કે, સરદાર નગર સોસાયટીમાં બે ઈસમો ગાંજા નું વેચાણ કરે છે ત્યારે પોલીસે તપાસ હાથ ધરતા બે રીઢા આરોપીઓ પાસેથી 3.515 kg ગાંજો મળી આવ્યો હતો. જેની કિંમત 35,000 થી વધુ છે. પોલીસે સુમંત કૈલાસ પ્રસાદ વિદ્યાલાલ સિંહા અને મહમદ અસલમ મોહમ્મદ હનીફ ચૌધરીની ધરપકડ કરી છે. પકડાયેલ બન્ને આરોપીઓ રીઢા ગુનેગાર છે. આરોપી સુમંત કૈલાસ પ્રસાદ વિદ્યાલાલ સિંહા વિરુદ્ધ સુરતના સચિન જીઆઇડીસી પોલીસ મથકમાં 9 જેટલા ગુનાઓ નોંધાયેલા છે જ્યારે મોહમ્મદ ચૌધરી વિરુદ્ધ સચિન જીઆઇડીસી પોલીસ મથકમાં એક ગુનો નોંધાયેલો છે. પકડાયેલા આરોપીઓ આ ગાંજાનો જથ્થો ક્યાંથી લાવ્યા હતા અને કોને આપવાના હતા તે દિશામાં સચિન જીઆઈડીસી પોલીસે તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *