મધ્યપ્રદેશ ભાગી ગયેલો હવસખોર ઝડપાયો

Featured Video Play Icon
Spread the love

મધ્યપ્રદેશ ભાગી ગયેલો હવસખોર ઝડપાયો
સુરતના સારોલીમાં કિશોરી પર દુષ્કર્મ ગુજારનાર નરાધમની ધરપકડ
13 વર્ષની બાળા ઉપર ડ્રાઇવરે બળાત્કાર ગુજાર્યો,
21 વર્ષના રાધવેન્દ્રસિંગે પ્રેમજાળમાં ફસાવી હતી,
આ દુષ્કર્મના કારણે બાળાને ગર્ભ રહી ગયો હતો

સુરતના સણીયા હેમાદ વિસ્તારમાં રેહતા પરિવારની ધોરણ ૮ ની વિદ્યાર્થીની સાથે ફ્રેન્ડશીપ કરી ફરવાના બહાને કારમાં લઇ જઈ શારીરિક સબંધ બાંધનાર પરપ્રાંતીય યુવાન વિરુદ્ધ સારોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે મધ્યપ્રદેશ બોર્ડર પરથી આરોપીને ઝડપી પાડ્યો હતો.

સુરત શહેરના છેવાડાના સણીયા હેમાદ ગામ વિસ્તારમાં રહેતા મૂળ સૌરાષ્ટ્રીયન પરિવારની ધો. ૮ માં અભ્યાસ કરતી કિશોરીને બે દિવસ અગાઉ પેટમાં દુખાવો થયો હતો. જેથી તેની માતાને કહ્યું હતું કે છેલ્લા ત્રણેક મહિનાથી માસિક આવતું બંધ થઈ ગયું છે અને પેટમાં દુખાવો થાય છે. જેથી પુત્રીને માતા પરવટ પાટિયાની ખાનગી હોસ્પિટલમાં લઇ ગઇ હતી. જયાં ચેકઅપ દરમિયાન ડોક્ટરે તેણીને ત્રણ મહિનાનો ગર્ભ હોવાનું જણાવતા માતા ચોંકી ગઈ હતી. કિશોરીને ઘરે લઈ ગયા બાદ તેની પૂછપરછ કરતા જણાવ્યું હતું કે નવેમ્બર ૨૦૨૪ માં ધનતેરસના બે દિવસ અગાઉ હું પપ્પાની દુકાને ગઈ હતી ત્યારે ઘર નજીક એક યુવાને ઈશારો કરી મને તેની પાસે બોલાવી મારૂ નામ પુછ્યું હતું. ત્યાર બાદ તેનું નામ પુછતા રાધવેન્દ્રસીંગ ઉર્ફે નિતીન વિરસીંગ ભદોરાયા હોવાનું અને ફ્રેન્ડશીપ । કરવું છે એવું પુછતા મેં હા કહ્યું હતું અને મોબાઇલ નંબરની આપ-લે કરી હતી.ત્યાર બાદ અમે બંને નિયમીત રીતે વાત કરતા હતા અને ધનતેરસના દિવસે સાંજે મને શુભમ ઈન્ડસ્ટ્રીઝની પાછળ મળવા બોલાવી હતી. જયાંથી વાત કરવાના બહાને કારમાં બેસાડીને આઉટર રીંગરોડ ઉપર અવાવરૂ જગ્યાએ લઇ જઈ શારિરીક અડપલાની સાથે શરીરસંબંધ બાંધ્યા હતા. આ રીતે બે થી ત્રણ વખત મળવાના બહાને બોલાવી કારમાં બેસાડી અવાવરૂ જગ્યાએ લઈ જઈ સંબંધ બાંધ્યા હતા. આ મામલે કિશોરીના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા તજવીજ હાથ ધરી હતી ત્યારે પોલીસે મધ્યપ્રદેશ બોર્ડર પરથી આરોપીને ઝડપી પાડ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *