સુરતના વરાછામાં ગેરકાયદે ગર્ભપરિક્ષણ કરનારનું રિ કન્સ્ટ્રક્શન

Featured Video Play Icon
Spread the love

સુરતના વરાછામાં ગેરકાયદે ગર્ભપરિક્ષણ કરનારનું રિ કન્સ્ટ્રક્શન
ભ્રુણ હત્યા કરનાર આરોપી રામગોપાલ ખંડેલવાલને પકડ્યો
અગાઉ પણ બે વાર ગેરકાયદે ગર્ભપરિક્ષણ કરતો પકડ્યો હતો.

સુરતના વરાછા વિસ્તારમાંથી આરોગ્ય વિભાગે ઝડપી પાડેલા ગેરકાયદે ગર્ભપરિક્ષણ અને ભ્રુણ હત્યા કરનાર આરોપી રામગોપાલ ખંડેલવાલને વરાછા અને એસઓજી પોલીસે સ્થળે લઈ જઈ ઘટનાનુ રિ કન્સ્ટ્રક્શન કરાવ્યુ હતું.

સુરતના વરાછામાં આરોગ્ય વિભાગે મમતા હોસ્પિટલમાં દરોડા પાડી ત્યાંથી ગેરકાયદેસર ગર્ભપરિક્ષણ અને ભ્રુણ હત્યાનો રેકેટ ઝડપી પાડ્યો હતો. જો કે ગેરકાયદે ગર્ભપરિક્ષણ કરતો કુખ્યાત ફાર્માસિસ્ટ રામગોપાલ ખંડેલવાલે ભાગી છુટ્યો હોય જેને વોન્ટેડ જાહેર કરાયો હતો. તો આરોપી રામગોપાલને વરાછા પોલીસે આંજણા ખાતેથી ઝડપી પાડ્યો હતો. ત્યારે વરાછા પોલીસ અને સુરત એસઓજીની ટીમે આરોપીને સાથે રાખી ઘટનાનુ રિ કન્સ્ટ્રક્શન કર્યુ હતું. તો અગાઉ પણ બે વાર ગેરકાયદે ગર્ભપરિક્ષણ કરતો રામગોપાલ ખંડેલવાલ પકડાયો હોય અને જેલમાં જઈ આવ્યો હોવા છતા સુધરતો ન હોવાનુ સામે આવ્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *