સુરત પાંડેસરા પોલીસ મથકની હદમાં પિસ્ટલ તેમજ કાર્ટીઝ પકડાયા
ક્રાઈમ બ્રાન્ચની ટીમે બે આરોપીઓને ઝડપ્યા
જયપ્રકાશ ઉર્ફે ખરગોશ રવિન્દ્ર ઠાકુર અને સત્યમ ઉર્ફે બટકો વિનોદ સિંગ ઝડપ્યો
સુરત પાંડેસરા પોલીસ મથકની હદમાંથી ક્રાઈમ બ્રાન્ચની ટીમે હાથ બનાવટની પિસ્ટલ અને કાર્ટીઝ સાથે બેને ઝડપી પાડ્યા હતાં.
સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ આગામી તહેવારોને ધ્યાને લઈ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધઆરે પાંડેસરા પોલીસ મથકની હદમાં આવેલ પાંડેસરા ડી માર્ટની સામેના ભાગમાં આવેલ રામેશ્વર ગ્રીનની પાસે મનપાના ધાર્મિક કાર્યક્રમો માટેના તળાવ પાસેથી બે ઈસમો જયપ્રકાશ ઉર્ફે ખરગોશ રવિન્દ્ર ઠાકુર અને સત્યમ ઉર્ફે બટકો વિનોદ સિંગને ઝડપી પાડ્યા હતા અને તેઓની ઝડતી લેતા તેઓ પાસેથી દેશી હાથ બનાવટની પિસ્ટલ તેમજ કાર્ટીઝ મળી આવતા ક્રાઈમ બ્રાન્ચે તેઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
