વિપક્ષના હોબાળા બાદ સંસદની કાર્યવાહી સ્થગિત
‘પબ્લિક એક્ઝામિનેશન સુધારા વિધેયક, 2026’ રજૂ કર્યું
બે વાગ્યા શરૂ થયા બાદ ફરી સ્થગિત કરી દેવામાં આવી
વિપક્ષના હોબાળાને કારણે લોકસભામાં પરીક્ષા સુધારણા બિલ પર બપોરે 2 વાગ્યે ચર્ચા શરૂ થઈ શકી નહીં. કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષી સાંસદો વેલમાં પહોંચી ગયા. વિદ્યાર્થીઓની મારપીટના મામલે ચર્ચાની માગ કરવા લાગ્યા.
સંસદમાં સ્પીકર ઓમ બિરલાએ વિપક્ષી સાંસદોને કહ્યું કે તમે ચર્ચા નથી ઈચ્છતા. ત્યારબાદ 5 મિનિટ સુધી હોબાળો ચાલુ રહ્યો. સ્પીકરે કહ્યું કે હું સાંજે 5 વાગ્યા સુધીનો સમય આપું છું. સરકાર અને વિપક્ષી સાંસદો સહમતિ બનાવીને આવે. સંસદના ચોમાસું સત્ર દરમિયાન આજે કેન્દ્રીય મંત્રી ડો. જીતેન્દ્ર સિંહે લોકસભામાં ‘પબ્લિક એક્ઝામિનેશન સુધારા વિધેયક, 2026’ રજૂ કર્યું છે. NEET વિવાદ અને દેશવ્યાપી વિદ્યાર્થી આંદોલન બાદ સરકાર પરીક્ષાઓની પારદર્શિતા વધારવા માટે આ મહત્ત્વપૂર્ણ બિલ લાવવાની તૈયારી કરી રહી હતી.
આ પહેલાં લોકસભા 12 વાગ્યે, 2 વાગ્યે અને પછી સાંજે 5 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. રાજ્યસભાની પણ આવી જ સ્થિતિ રહી. સદનને 2 વાર સ્થગિત કરવામાં આવ્યું. સવારે 11 વાગ્યે કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે સદનમાં પેપર લીક સંબંધિત લોક પરીક્ષા સુધારણા બિલ રજૂ કર્યું હતું. લોકસભાની કાર્યવાહી બે વાગ્યા શરૂ થયા બાદ ફરી સ્થગિત કરી દેવામાં આવી હતી. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ વિપક્ષ અને સત્તાપક્ષને હોબાળા વચ્ચે એન્ટી પેપર લીક બિલ પર ચર્ચા કરવા મુદ્દે પાંચ વાગ્યા સુધી સહમતિ બનાવી લેવા માટે મુદ્દત આપી હતી. બીજી બાજુ રાજ્યસભામાં પણ હોબાળો યથાવત્ રહેતા ત્રણ વાગ્યા સુધી કાર્યવાહી રોકવામાં આવી હતી….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
