નિમાયા વુમન સેન્ટર ફોર હેલ્થ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી

Featured Video Play Icon
Spread the love

નિમાયા વુમન સેન્ટર ફોર હેલ્થ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી
નિમાયા ગ્રેટ રન-2026 માં હજારો મહિલાઓ ઉત્સાહથી જોડાઈ
ઇન્ડોર સ્ટેડિયમથી શરુ થયેલ દોડમાં 2500 થી વધુ મહિલાઓ
આરોગ્ય અને ટ્રાફિક નિયમો અંગે જાગૃતિનો સંદેશ આપ્યો

સુરત નિમાયા વુમન્સ સેન્ટર ફોર હેલ્થ છેલ્લા અનેક વર્ષોથી મહિલાઓના સ્વાસ્થ્ય જાગૃતિ માટે સતત પ્રયાસો કરી રહી છે. જે અંતર્ગત આ વખતે આંતરરાષ્ટ્રીય મહિલા દિને ‘નિમાયા ગ્રેટ રન-2026’ની 9મી એડિશનમાં 2500 થી વધુ

મહિલાઓએ ભાગ લીધો હતો. આ દોડમાં મહિલાઓને તેમના આરોગ્ય માટે જાગૃત રહેવા સંદેશ આપવામાં આવ્યો હતો અને સાથે સાથે ટ્રાફિક નિયમો અંગે પણ જાગૃત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર આયોજન અંગે નિમાયા વુમન સેન્ટર ફોર હેલ્થના ડાયરેક્ટર ડો. પૂજા નાડકર્ણી સિંહે જણાવ્યું હતું કે, નિમાયા મહિલાઓને સ્વાસ્થ્ય પ્રત્યે સભાન બનાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે. આજના વ્યસ્ત જીવનમાં મહિલાઓ પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપી શકતી નથી ત્યારે મહિલાઓને જાગૃત કરવાની જરૂર છે. આ ઉદેશ્ય ઉદ્દેશ્ય સાથે, દર વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે મેરેથોન દોડ “નિમાયા ગ્રેટ રન” નું આયોજન કરવામાં આવે છે. આ વખતે પણ 8 માર્ચ, રવિવારે સવારે 6 કલાકે નિમાયા ગ્રેટ રનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમને સ્વયંસેવકોનો અવિરત સહયોગ મળ્યો હતો.

આ રનમાં 2500 જેટલી મહિલાઓએ ભાગ લીધો હતો અને મહિલા સશક્તિકરણની સાથે આરોગ્ય પ્રત્યે જાગૃતિનો સંદેશ આપ્યો હતો.નિમાયા ગ્રેટ રનનું આયોજન પંડિત દીનદયાલ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમથી કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડીસીપી ટ્રાફિક આઈપીએસ અનુપમ અને ડીસીપી ટ્રાફિક સાઇબર સેલ આઇપીએસ પન્ના મોમયા સહિતના ઉપસ્થિત મહાનુભાવોએ લીલી ઝંડી આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *